નેશનલ

સંભલનું આ પોલીસ સ્ટેશન ભડકે બળ્યું! અનેક ગાડીઓ બળીને ખાખ, જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલા હયાત નગર પોલીસ સ્ટેશન પરિસરમાં અજ્ઞાત કારણોસર ભીષણ આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે, આગના કારણે પોલીસ વહીવટીતંત્રમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. આગ લાગ્યા પછી પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનની બહાર દોડી આવ્યા અને અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આખરે શા કારણે આગ લાગી તેનું કારણ સામે આવ્યું નથી! આગની વાત કરવામાં આવે તો, આગ એટલી ભયાનક હતી કે, પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ આગની ચપેટમાં આવી હતી. અનેક વાહનો બળીને ખાક થઈ ગયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ પણ વાંચો: સંભલ મસ્જિદના વિવાદ મુદ્દે યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, એ અસ્વીકાર્ય…

2 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો

ઘટનાની વાત કરવામાં આવે તો, ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતાં. આખી ટીમે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સાથે મળીને કામ કર્યું અને લગભગ 2 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના અંગે વિગતો આપતા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે કહ્યું કે, પોલીસ સ્ટેશન પરિસરની ઉપરથી પસાર થતો 11,000 વોલ્ટનો હાઇ ટેન્શન પાવર વાયર અચાનક તૂટી ગયો અને પડી ગયો, જેના કારણે પરિસરમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી ગઈ હતી. આગના કારણે પાર્ક કરેલા 10 થી 12 વાહનો બળી ગયા હતાં. આગ કાબુમાં આવી ગઈ છે, નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.

યુપીના નોઈડામાં સેક્ટર-18 માં પણ ભીષણ આગ લાગી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇ ટેન્શન લાઇટ વાયર પડવાથી આ આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. નોંધનીય છે કે, યુપીના નોઈડામાં સેક્ટર-18 આવેલી એક ઇમારતમાં પણ થોડા સમય પહેલા ભીષણ આગ લાગી હતી. આગ કૃષ્ણા અપરા પ્લાઝાના ભોંયરામાં લાગી હતી અને પછી પહેલા માળેથી બીજા માળે ફેલાઈ ગઈ હતી. અહીં ભોંયરામાં કામ કરતા કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ઉપરના માળે દોડ્યા હતાં. ફાયર ટીમે સત્વરે આગ પર કાબુ મેળવી લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button