Kolkata rape and murder case: ડાયરીનું ફાટેલું પાનું ખોલશે રહસ્યો! મૃત્યુ પહેલા પીડિતાએ શું લખ્યું હતું?
કોલકાતાની સરકારી આરજી કાર મેડીકલ હોસ્પિટલમાં રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ(Kolkata rape and Murder case)માં ક્રાઈમ બ્યુરો ઈન્વેસ્ટીગેશન(CBI)ની ટીમ દરેક પાસાને ધ્યાનમાં રાખીને સઘન તાપસ કરી રહી છે. મહિલા ડોક્ટરની હત્યા પાછળ કોઈ મોટું ષડ્યંત્ર હોવાની પણ શંકા સેવાઈ રહી છે. એવામાં પોલીસને આ કેસમાં મહત્વનું પુરાવો મળ્યો છે, જે તાપસમાં મહત્વનો સાબિત થઇ શકે છે.
પોલીસને હોસ્પિટલમાંથી હત્યાના સ્થળેથી એક ડાયરી મળી આવી હતી, જે હવે તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એહવાલ મુજબ પોલીસને ડાયરીની બાજુમાં એ જ ડાયરીનું એક ફાટેલું પાનું પણ મળી આવ્યું હતું, જેના પર કંઈક લખેલું હતું.
ડાયરીની સાથે એ પાનું પણ કોલકાતા પોલીસે જપ્ત કર્યું હતું. કદાચ તે જ રાત્રે મહિલા ડોક્ટરે તેના મૃત્યુ પહેલા પેજ પર લખ્યું હશે. કોલકાતા પોલીસે આ પાનું પીડિતાના માતાપિતાને બતાવ્યું હતું, તેઓ એ પુષ્ટિ કરી હતી કે આ તેમની પુત્રીની હેન્ડરાઈટીંગ છે.
આ પણ વાંચો : કોલકાતામાં રેપ-મર્ડર કેસને લઈ સ્ટેડિયમ બહાર પ્રદર્શન, લાઠીચાર્જ પછી મેચ રદ્દ કરાઈ
ફાટેલા પેજ પરના હેન્ડરાઈટીંગ ફરીથી તપાસવા માટે, ડાયરીના અન્ય પેજ સાથે સરખામણી કરવામાં આવી હતી અને બંને પર હેન્ડરાઈટીંગ સમાન હોવાનું જણાયું હતું. કોલકાતા પોલીસે પેજ અને ડાયરી સીબીઆઈને સોંપી છે.
સૂત્રોનું કહેવું છે કે મહિલા ડોક્ટર કદાચ નિયમિત ડાયરી લખતી હતી. શું કરવું તેની યાદી બનાવતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા ડૉક્ટરે તેના મૃત્યુ પહેલા એક પેજ પર યાદી બનાવી હતી કે ભવિષ્યમાં તેને શું કરવું છે. તે પ્રખ્યાત હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવા માંગતી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા ડોક્ટરે ડાયરીમાં તેના માતા-પિતાના માટે શું યોજનાઓ બનાવી રહી છે, એ વિષે લખ્યું છે. તેણે તેના માતાપિતાને ખુશ અને હસતાં રહેવાનું વચન પણ આપ્યું. કદાચ પીડિતાએ સૂતા પહેલા જ આ તમામ વાક્યો લખ્યા હતા.