નેશનલ

હરિયાણામાં પોલીસ અધિકારીની સરેઆમ હત્યા, બાઇકસવાર શૂટરોએ ગોળી મારી

હરિયાણામાં માફિયાઓનો ખૌફ વધતો જઈ રહ્યો છે, હરિયાણાના યમુનાનગરમાં એક પોલીસ કર્મચારીની તેના ઘરની બહાર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હરિયાણાના યમુનાનગર ક્રાઈમ બ્રાન્ચમાં તૈનાત ASI સંજીવની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, મળતી માહિતી મુજબ, પોલીસ અધિકારીની તેમના ઘર પાસે જ હત્યા કરવામાં આવી હતી. તેઓ ફરવા જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર બે શખ્સોએ તેમને માથામાં ગોળી મારી દીધી હતી.

હરિયાણામાં અપરાધિક ઘટનાઓ સતત વધી રહી છે. થોડા દિવસ પહેલા કરનાલના ઓંગડ ગામમાં એક દુકાનની બહાર બાઈક સવાર બદમાશોએ ગોળીબાર કર્યો, ત્યારબાદ ફરી આ ઘટના બની છે. આ ઘટના કરનાલના કુટેલ ગામ પાસે બની હતી, જ્યાં એએસઆઈ સંજીવ રહેતા હતા. સંજીવ યમુનાનગરમાં સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચમાં એએસઆઈ તરીકે તૈનાત હતા,. સંજીવનું થોડા સમય પહેલા ઓપરેશન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ સાંજે જ્યારે સંજીવ પોતાના ઘરની બહાર ફરવા જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર સવાર બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી સંજીવના કપાળ પર અને બીજી કમર પર વાગી. આ પછી સંજીવને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઘટના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાંથી બુલેટના શેલ પણ મળી આવ્યા હતા. પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે.

સંજીવના ભાઈ અને પિતાનું પણ થોડા સમય પહેલા અવસાન થયું હતું, ઘરની તમામ જવાબદારી સંજીવ પર હતી. પરિવારમાં શોકની લાગણી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button