નેશનલ

બિહારમાં પોલીસ કોન્સ્ટેબલે સાથી કોન્સ્ટેબલના ચેહેરામાં 11 ગોળી ધરબી દીધી; જાણો શું છે મામલો

બેતવા: બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આજે રવિવારે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. બેતિયામાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના સાથી કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા (Constable killed constable in Bihar) કરી દીધી છે. મૃતક કોન્સ્ટેબલની ઓળખ સોનું કુમાર તરીકે થઇ છે, જ્યારે ગોળી ચલાવનાર કોન્સ્ટેબલની ઓળખ પરમજીત કુમાર તરીકે થઇ છે. બને એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. આ ઘટનાને કારણે રાજ્યના પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

અહેવાલ મુજબ આરોપી અને મૃતક બંને સાથે કામ કરતા હતા, અને બંને તાજેતરમાં સિક્તા પોલીસ સ્ટેશનથી પોલીસ લાઇનમાં ટ્રાન્સફર થયા હતા. આજે સવારે કોન્સ્ટેબલ પરમજીત કુમારે અચાનક અંધાધુંધ ફાયરીંગ શરુ કર્યું હતું, તેણે કોન્સ્ટેબલ સોનુ કુમારના શરીરમાં 11 ગોળીઓ ધરબી દીધી હતી. પરમજીત કુમારે કુલ 20 ગોળીઓ ચલાવી હતી.

ચહેરા પર ગોળીઓ મારી:

આ ઘટના સમય હાજર અન્ય પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે પોલીસ લાઇન પરિસરમાં પરમજીત કુમાર અને સોનુ કુમાર વચ્ચે કોઈ મુદ્દાને લઈને ઝઘડો થયો હતો. થોડી જ વારમાં પરિસ્થિતિ વણસી, પરમજીતે સોનુ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. પરમજીતે સોનુના ચહેરા પર 11 ગોળીઓ મારી હતી. આ ઘટનામાં સોનુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: બિહારમાં CM ના ચહેરા અંગે અમિત શાહે પણ કહી દીધું છે…..” નિશાંત કુમારે કરી સ્પષ્ટતા…

વરિષ્ઠ અધિકારીઓ દોડી આવ્યા:

ગોળીબારનો અવાજ સાંભળીને અન્ય પોલીસ જવાનો ઘટનાસ્થળ તરફ દોડ્યા હતાં, આરોપી પરમજીત કુમાર ફરાર થવા જઈ રહ્યો હતો. આરોપી તેની સર્વિસ રિવોલ્વર સાથે એક બિલ્ડીંગ છત પર ચઢી ગયો હતું. પરંતુ અન્ય પોલીસ જવાનોએ તેને ઘેરી લીધો અને પકડી પાડ્યો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.

અન્ય પોલીસકર્મીઓના જણાવ્યા મુજબ બંને વચ્ચે અગાઉ કોઈ વિવાદ હતો, પરંતુ સાચું કારણ શું હતું તે હાલમાં સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આરોપી પરમજીતની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button