નેશનલ

‘મોદીએ નફરતભર્યા શબ્દો ઉચ્ચારી વડાપ્રધાન પદની ગરિમા ઘટાડી’ મનમોહન સિંહમાં પ્રહાર

નવી દિલ્હી: ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે નરેન્દ્ર મોદી(PM Narendra Modi) પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ડૉ. મનમોહન સિંહ(Manmohan Singh)એ કહ્યું કે ચોક્કસ સમુદાય અથવા વિપક્ષને નિશાન બનાવવા માટે દ્વેષપૂર્ણ અને અસંસદીય ભાષણો કરીને મોદીએ વડા પ્રધાન પદની ગરિમાને નુકશાન પહોંચાડ્યું છે.

એપ્રિલમાં રાજસ્થાનમાં એક રેલીમાં પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશની સંપત્તિ “જેમના વધુ બાળકો છે તેમને” વહેંચી દેશે, આ જાહેરસભામાં મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહએ દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે એવું કહ્યું હતું.

પંજાબમાં 1 જૂનના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, એ પહેલા પંજાબના લોકોને સંબોધીને લખેલા પત્રમાં મનમોહન સિંહે આરોપ મૂક્યો છે કે વડા પ્રધાન મોદીએ કરેલા ભાષણો દ્વેષપૂર્ણ છે, જે સંપૂર્ણપણે વિભાજકારી છે. તેમણે મારા અંગે કેટલાક ખોટા નિવેદનો પણ આપ્યા છે. મેં મારા જીવનમાં ક્યારેય એક સમુદાયને બીજા સમુદાયમાંથી અલગ કર્યો નથી.

મનમોહન સિંહે મતદારોને અપીલ કરી કે ભારતમાં સરમુખત્યારશાહી લાગુ કરવાનો પ્રયાસ કરી રહેલા તાનાશાહી શાસનથી લોકશાહી અને આપણું બંધારણ બચાવવાની એક અંતિમ તક છે.

ત્રણ પાનાના જાહેર પત્રમાં મનમોહનસિંહે છેલ્લા એક દાયકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના બે કાર્યકાળ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં “અકલ્પનીય ઉથલપાથલ” માટે શોક વ્યક્ત કર્યો.

વડા પ્રધાન મોદીના 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચન પર પ્રહાર કરતા મનમોહન સિંહે કહ્યું કે તેમની નીતિઓએ છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોની કમાણી ઘટાડી દીધી છે. જાણે લાઠીઓ અને રબરની ગોળીઓ પૂરતી ન હોય તેમ, વડા પ્રધાને સંસદના ફ્લોર પરથી આપના ખેડૂતોને ‘પરજીવી’ કહીને મૌખિક રીતે હુમલો કર્યો. ખેડૂતોની રાષ્ટ્રીય સરેરાશ માસિક આવક રોજની નજીવી ₹27 છે, જ્યારે ખેડૂત દીઠ સરેરાશ દેવું ₹27,000 છે.

ડો. મનમોહનસિંહે કહ્યું નોટબંધી, ખામીયુક્ત GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અને કોવિડ રોગચાળા દરમિયાન ગેરવહીવટને કારણે દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે, જીડીપી વૃદ્ધિ દર છ થી સાત ટકાથી ઓછો રહેવાની અપેક્ષા સામાન્ય બની ગઈ છે.

ભૂતપૂર્વ વડા પ્રધાને વિવાદાસ્પદ અગ્નિપથ યોજના પર પણ ભાજપને ઘેરી, તેમણે કહ્યું કે ભાજપ સરકારે આપણા સશસ્ત્ર દળો પર અગ્નિવીર યોજના લાદી… ભાજપ માને છે કે દેશભક્તિ, બહાદુરી અને સેવાનું મૂલ્ય માત્ર ચાર વર્ષ છે. આ તેમનો નકલી રાષ્ટ્રવાદ દર્શાવે છે.

ડૉ. મનમોહન સિંઘે તેમના પત્રનો અંત આ ચેતવણી આપી કે ભારતના મતદારો આ બધું જોઈ રહ્યા છે… અમાનવીયીકરણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. આપણા પ્રિય રાષ્ટ્રને આ ભાગલાવાદી શક્તિઓથી બચાવવાની આ છેલ્લી તક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button