નેશનલ

10 વર્ષના સારા દિવસો પછી PMGKA સ્કીમની જરૂર પડીઃ કપિલ સિબ્બલ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કરોડો ગરીબોને દર મહિને મફત રાશન મળે છે. વડાપ્રધાન મોદીએ આ યોજનાને વધુ 5 વર્ષ લંબાવવાની જાહેરાત કરી છે. લોકો આ યોજનાના વિસ્તરણને દિવાળીની ભેટ તરીકે ગણી રહ્યા છે. આ જાહેરાતને લઈને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાત પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડા પ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું કે “10 વર્ષના સારા દિવસો” પછી પણ આની જરૂર હતી.

સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પરની એક પોસ્ટમાં કપિલ સિબ્બલે કહ્યું, ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 125 દેશોમાંથી ભારત 111મા ક્રમે છે (ઓક્ટોબર 13, 2023). ભારતે રેન્કિંગને નકારી કાઢ્યું હતું. હવે વડા પ્રધાન PMGKA સ્કીમને વધુ 5 વર્ષ માટે લંબાવશે જેથી ‘લોકોને ભૂખ્યા સૂવું ન પડે.’ આ અચ્છે દિનના 10 વર્ષ પછી છે? પૂર્વ કેન્દ્રીય પ્રધાને વડા પ્રધાન મોદી સામે સવાલ ઉઠાવ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કપિલ સિબ્બલ યુપીએ 1 અને 2 દરમિયાન કેન્દ્રીય પ્રધાન હતા. તેમણે ગયા વર્ષે મે મહિનામાં કોંગ્રેસ છોડી દીધી હતી અને સમાજવાદી પાર્ટીના સમર્થનથી સ્વતંત્ર સભ્ય તરીકે રાજ્યસભામાં ચૂંટાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button