નેશનલ

32,000 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂરી પત્ર વર્ચ્યુઅલી આપ્યા

રાંચી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામિણ (પીએમએવાય-જી) હેઠળ 32,000 લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ કર્યું હતું અને આ ઘરોના બાંધકામ માટે રૂ. 32 કરોડની ફાળવણી કરી હતી.

તેમણે આવી જ રીતે આખા દેશના કુલ 46,000 પીએમએવાય-જીના લાભાર્થીઓને વર્ચ્યુઅલી ઘરની ચાવીનું વિતરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ઝારખંડમાં ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,13,400 ઘરને મંજૂરી આપી છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશી, રોહિંગ્યાની ઘૂસણખોરી ઝારખંડ સામેનું મોટું સંકટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

તેમણે વર્ચ્યુઅલી કહ્યું હતું કે ગરીબોને પાકા ઘર આપવામાં આવ્યા છે હવે ટોઈલેટ, પીવાનું પાણી, ઈલેક્ટ્રિસિટી, ગેસ જોડાણ પણ આવાસ યોજના સાથે જ આપવામાં આવી રહ્યા છે. જ્યારે પરિવારને પોતાનું ઘર મળે છે ત્યારે તેમના આત્મવિશ્ર્વાસમાં વધારો થાય છે એમ પણ તેમણે કહ્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button