PM નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે? જાણો કોણે આપ્યું છે આમંત્રણ
નવી મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પદ પર બેઠા ત્યારે અચાનક પાકિસ્તાન જઈ ચડ્યા હતા અને તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરિફ સાથે તેમની વાયરલ તસવીરોએ સૌને ચોંકાવી દીધા હતા. હવે ફરી મોદી પાકિસ્તાન જશે, તેવા અહેવાલો આવી રહ્યા છે. આનું કારણ એ છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે SCOના તમામ દેશના વડાઓને આમંત્રણ મોકલીશું. અમને આશા છે કે SCO ના તમામ સભ્યો તેમાં ભાગ લેશે. ભારત પણ આમાં સામેલ હોય, ભારતના વડા તરીકે મોદી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ત્રીજી વખત Hemant Sorenએ લીધા ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ
આ પહેલા વિદેશ મંત્રી જયશંકર કઝાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ દરમિયાન જયશંકરે ચીનના સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં LAC મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: હાથરસ હાહાકારઃ ભાગદોડ મુદ્દે ઉત્તર પ્રદેશ પોલીસે કર્યા મોટા ખુલાસા
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 24મી બેઠક 3થી 4 જુલાઈ દરમિયાન યોજાઈ રહી છે. SCOમાં ભારત, ચીન, પાકિસ્તાન અને રશિયા સહિત નવ દેશ છે. આ સમિટમાં વિદેશ મંત્રી જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સંસદ સત્રની વ્યસ્તતાને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં ભાગ લઈ શક્યા નહોતા.
SCO શું છે?
એપ્રિલ 1996માં એક મીટિંગ થઈ હતી, તેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તજાકિસ્તાને ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા માટે એકબીજાને સહકાર આપવાનો હતો. ત્યારે તેને શાંઘાઈ ફાઈવ કહેવામાં આવતું હતું.
જો કે, તેના ખરા અર્થમાં તેની રચના 15 જૂન 2001ના રોજ થઈ હતી. ત્યારબાદ ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાને ‘શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન’ની સ્થાપના કરી. આ પછી, વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા ઉપરાંત, વ્યવસાય અને રોકાણ વધારવાનો પણ ઉદ્દેશ્ય બની ગયો.
1996માં જ્યારે શાંઘાઈ-ફાઈવની રચના કરવામાં આવી હતી, ત્યારે તેનો ઉદ્દેશ્ય ચીન અને રશિયાની સરહદો પર તણાવને રોકવાનો હતો અને તે સરહદોને કેવી રીતે સુધારી શકાય, કારણ કે તે સમયે નવા બનેલા દેશોમાં તણાવ હતો. આ ઉદ્દેશ્ય માત્ર ત્રણ વર્ષમાં હાંસલ કરવામાં આવ્યો હતો. તેથી તે સૌથી અસરકારક સંસ્થા માનવામાં આવે છે.