Mann Ki Baat માં પીએમ મોદીએ નવરાત્રિની શુભેચ્છા સાથે આપ્યા આ સંદેશ

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત'(Mann Ki Baat)રેડિયો કાર્યક્રમના 120મા એપિસોડમાં દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવો અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, આજે ખૂબ જ શુભ દિવસે, મને તમારી સાથે ‘મન કી બાત’ શેર કરવાની તક મળી છે.’ આજે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.
ભારતીય નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યો છે.આ ઉપરાંત 13 થી 15 એપ્રિલ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તહેવારોની જબરદસ્ત ઉજવણી થશે. એટલે કે આ આખો મહિનો તહેવારોનો છે. હું દેશના લોકોને આ તહેવારો માટે અભિનંદન આપું છું.
આ પણ વાંચો: CM Yogi નો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાનાઓ પર પ્રતિબંધ
વેકેશન નવો શોખ કેળવવાનો સમય
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પરીક્ષાઓ આવે છે. ત્યારે હું પરીક્ષાઓ વિશે ચર્ચા કરું છું. હવે પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, હવે ઉનાળાની રજાઓનો સમય આવવાનો છે. બાળકો તેની ખૂબ રાહ જુએ છે. ઉનાળાના દિવસો લાંબા હોય છે. બાળકો પાસે તેમાં ઘણું કરવાનું હોય છે. આ એક નવો શોખ કેળવવાનો સમય છે. આજે આવા પ્લેટફોર્મની કોઈ કમી નથી, જ્યાં તેઓ ઘણું શીખી શકે છે. આ રજાઓમાં સેવા કાર્યમાં સામેલ થવાની પણ તક છે. મારી ખાસ વિનંતી છે કે જો કોઈ સંસ્થા આવી પ્રવૃત્તિઓ ચલાવી રહી હોય, તો તેને #MyHoliday સાથે શેર કરો.
ઉનાળામાં પાણી બચાવો
પીએમ મોદીએ કહ્યું, “પાણી બચાવવાનું અભિયાન ઉનાળાની ઋતુમાં પણ શરૂ થાય છે. વિવિધ સ્થળોએ પાણીનો સંગ્રહ શરૂ થઈ ગયો છે. આ માટે વિવિધ સંસ્થાઓ કામ કરે છે. આ વખતે પણ “કેચ ધ રેઈન” અભિયાન માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન સરકારનું નહીં પણ લોકોનું છે. આ પ્રયાસ આપણી પાસે રહેલા કુદરતી સંસાધનોને આગામી પેઢી સુધી પહોંચાડવાનો છે. આ અભિયાન હેઠળ, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ઘણા ભાગોમાં જળ સંરક્ષણના ઘણા રસપ્રદ કાર્યો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:ગ્રામીણોના હુમલા બાદ કૂનોમાં ચિત્તાઓની સુરક્ષાને લઇને ચિંતા વધી , એડવાઇઝરી જાહેર…
તેમણે વધુમાં જણાવ્યું કે, હું તમને એક રસપ્રદ આંકડા આપું છું. છેલ્લા 8 વર્ષોમાં 11 અબજ ઘન મીટર અને તેનાથી વધુ, નવા બનેલી ટાંકીઓ, તળાવો અને અન્ય પાણી રિચાર્જ માળખાઓ દ્વારા પાણીનું સંરક્ષણ કરવામાં આવ્યું છે. તમે સમુદાય સ્તરે પણ આવા પ્રયાસોમાં જોડાઈ શકો છો. તમારે અત્યારથી જ એક યોજના બનાવવી જોઈએ. જો શક્ય હોય તો તમારા ઘરની સામે એક માટલામાં પાણી રાખો. આ પવિત્ર કાર્ય કરવાથી તમને સારું લાગશે.
દિવ્યાંગ ખેલાડીઓએ 18 રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યા
તેમણે કહ્યું, “થોડા દિવસો પહેલા પૂર્ણ થયેલી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં, ખેલાડીઓએ તેમના સમર્પણ અને પ્રતિભાથી બધાને આશ્ચર્યચકિત કર્યા. આ વખતે પહેલા કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો. હું આવા ખેલાડીઓને તેમના મહાન પ્રયાસો માટે અભિનંદન આપું છું. આ રમતો દરમિયાન, દિવ્યાંગ ખેલાડીઓએ 18 રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યા જેમાંથી 12 મહિલાઓના નામે હતા.
જીવનમાં યોગને સામેલ કરો
તેમણે કહ્યું, “યોગ દિવસ માટે 100 થી ઓછા દિવસ બાકી છે. જો તમે હજુ સુધી તમારા જીવનમાં યોગનો સમાવેશ કર્યો નથી, તો તેને હમણાં જ સામેલ કરો. હવે આ યોગ દિવસનું મહત્વ વધી રહ્યું છે. આ ભારત તરફથી માનવતાને મળેલી એક ભેટ છે, જે ભવિષ્યની પેઢી માટે ઉપયોગી થશે. યોગ દિવસ 2025 ની થીમ રાખવામાં આવી છે – ‘યોગા -ફોર વન અર્થ, વન હેલ્થ ” !