નેશનલ

7-8 ફેબ્રુઆરીએ પીએમ મોદી જશે મલેશિયા: દ્વિપક્ષીય સંબંધો પર થશે મોટી ચર્ચા…

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે તેવામાં હવે પીએમ મોદીએ બે દિવસ માટે મલેશિયાના પ્રવાસે જઈ રહ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે પીએમ મોદી 7 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી મલેશિયાના પ્રવાસે જવાના છે. પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વની મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન તેઓ મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં વડા પ્રધાન દાતો સેરી અનવર ઈબ્રાહિમને મળવાના છે.

મલેશિયાઈ ફોરમમાં પણ પીએમ હાજરી આપશે

મળતી વિગતો પ્રમાણે પીએમ મોદી આ યાત્રા દરમિયાન મલેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળવાના છે. એટલું જ નહીં, પરંતુ મલેશિયાઈ ફોરમમાં સામેલ થવાના છે. પીએમ મોદી આ ત્રીજી વખત મલેશિયાના પ્રવાસે જઈ રહ્યાં છે. વિદેશ મંત્રાલય દ્વારા પીએમ મોદીના મલેશિયા પ્રવાસ અંગે વિગતો આપવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અને મલેશિયા વચ્ચે ઘણાં લાંબા સમયથી મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યાં છે. અત્યારે પણ મલેશિયામાં 29 લાખથી પણ વધારે ભારતીય લોકો રહે છે. તેના કારણે બંને દેશોના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યાં છે.

PM Dato’ Seri Anwar Ibrahim & PM Modi(August 19-21, 2024) MEA

બંને દેશના વડા પ્રધાન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે

પીએમ મોદીની આ યાત્રા વિશે વાત કરવામાં આવે તો, મલેશિયામાં બંને દેશના વડા પ્રધાન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થવાની છે. ખાસ કરીને વેપાર, રોકાણ, રક્ષા, સુરક્ષા અને દરિયાઈ ભાગીદારીથી લઈને ડિજિટલ અને નાણાકીય ટેકનોલોજી, ઊર્જા, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્ર તેવી અનેક વિષયો પર પીએમ મોદી મલેશિયાના વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરવાના છે.

આ સિવાય પીએમ મોદી ભારતીય સમૂદાયના લોકો સાથે મુલાકાત પણ કરશે અને તેમની સાથે ઉદ્યોગ અને વેપાર અંગે ખાસ ચર્ચા કરશે. મલેશિયામાં 10મું ભારત-મલેશિયા સીઈઓ ફોરમ પણ યોજાશે તેમાં પીએમ મોદી ખાસ હાજરી આપવાના છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button