નેશનલ

World Wildlife Day પર PM Narendra Modiએ દેશને આપ્યો ખાસ સંદેશ…

ત્રીજી માર્ચના દિવસે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેની ઊજવણી કરવામાં આવે છે અને આ જ અવસરે Prime Minister Narendra Modiએ વન્યજીવોના સંરક્ષણ માટે કામ કરી રહેલાં લોકોના પ્રયાસોના સમર્થનમાં સૌથી આગળ રહેનારાઓની પ્રશંસા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આજના દિવસે લોકોના જીવન અને દુનિયામાં વન્યજીવોની અનોખી ભૂમિકા તેમ જ યોગદાનને માન્યતા આપવામાં આવે છે. 2014માં પહેલી વખક વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેની ઊજવણી કરવામાં આવી હતી અને આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ દુનિયાભરના જીવ-જંતુઓનું રક્ષણ કરવાનો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી એક પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે તમામ વાઈલ્ડલાઈફ લવર્સને ખૂબ ખૂબ શુભેચ્છા… આપણી ધરતી પરના જીવનની અવિશ્વસનીય વિવિધતાનું જશ્ન મનાવવા અને એની રક્ષા માટે આપણી પ્રતિબદ્ધતાને દ્રઢ કરવાનો દિવસ છે. હું એ બધાના વખાણ કરું છું કે જે આ પ્રથામાં સૌથી આગળ છે અને વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને સમર્થન કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2014માં પહેલી વખત વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેની ઊજવણી કરવામાં આવી હતી અને આ દિવસની ઉજવણી કરવાનો હેતુ જીવ-જંતુઓનું સંરક્ષણ કરવાનો છે. આ વર્ષની થીમની વાત કરીએ તો લોકો અને ગ્રહોને જોડવા માટે: વન્યજીવ સંરક્ષણમાં ડિજિટલ નવાચારની શોધ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker