ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ્સ: પીએમ મોદીનો ફરી વિશ્વમાં દબદબો, ડોનાલ્ડ ટ્રમ્પ ક્યા ક્રમે?

નવી દિલ્હીઃ વિશ્વમાં અનેક એવા નામો છે, જેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રશંસાઓ થતી હોય છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સતત આગળ રહ્યું છે. પીએમ મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. પીએમ મોદીએ દેશનું નેતૃત્વ કરીને ભારતને વિશ્વકક્ષાએ એક આગવી ઓળખ અપાવી છે. આ સાથે પીએમ મોદી પણ એક નેતા તરીકે દુનિયાભરમાં પહેલા નંબરે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ યાદીમાં ટોચ પર રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પીએમ મોદી વિશ્વના ટોપ લીડર્સને પાછળ છોડીને સૌથી વધુ વિશ્વવિખ્યાત નેતા બની ગયાં છે.
પીએમને 71 ટકા એપ્રૂવલ રેટિંગ આપ્યું
આ યાદી મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યાદીની વાત કરવામાં આવે તો 6 નવેમ્બરથી 12 નવેમ્બર, 2025 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પરથી યાદી તૈયાર કરવામાં આવી છે. મોર્નિંગ ક્ન્સલ્ટના રિપોર્ટ પ્રમાણે આ રેટિંગ દેશના પુખ્ત વયના લોકોમાં હાથ ધરાયેલા સર્વેક્ષણના છેલ્લા સાત દિવસના સરળ મૂવિંગ એવરેજને આધારે તૈયાર કરવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 71 ટકા છે. એટલે કે વિશ્વમાં સૌથી વધારે એપ્રુવલ રેટિંગ ધરાવતા નેતા પીએમ મોદી બન્યાં છે. જે ભારત માટે ખરેખર ગર્વની વાત છે.
જાપાનના પીએમ સાને તાકાઈચી યાદીમાં બીજા સ્થાને
આ યાદીમાં બીજા ક્રમે જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચી છે. પીએમ સાને તાકાઈચીને આ સર્વેમાં 63 ટકા એપ્રુવલ મળ્યું છે. આ સાથે દક્ષિણ કોરિયાના લી જે મ્યુંગ 58 ટકા રેટિંગ સાથે ત્રીજા સ્થાને રહ્યાં છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ ચોથા સ્થાને છે, તેમને પણ 58 ટકા રેટિંગ મળ્યું છે. આ રિપોર્ટ પ્રમાણે પાંચમા નબંરે આર્જેન્ટિનાના જાવિઅર માયેલી આવે છે. છઠ્ઠા સાથે આ યાદીમાં કેનેડાના પીએમ માર્ક કાર્ની છે. તેમને આ યાદીમાં 49 રેટિંગ આપવામાં આવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આઠમા સ્થાને રહ્યાં
મોર્નિંગ કન્સલ્ટની યાદીમાં ક્રમશઃ વાત કરવામાં આવે તો સાતમા સ્થાને સ્વિટ્ઝર્લૅન્ડની કરેન કેલર-સટર, આઠમા સ્થાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, નવામાં સ્થાને મેક્સિકોની ક્લાઉડિયા શેનબૌમ અને 39 ટકા રેટિંગ સાથે 10મા નંબરે બ્રાઝિલના લુલા દા સિલ્વાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મોદી આ યાદીમાં ટોચના સ્થાને રહ્યાં છે. આ યાદી આજે જાહેર કરવામાં આવી છે, જેમાં વિશ્વના 10 સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય નેતાના નામો જાહેર કરવામાં આવ્યાં છે.



