વારાણસીમાં આ ખાસ વોટિંગ પેટર્નનો ફટકો પડ્યો PM Narendra Modi અને બસપાને?

લોકસભા ચૂંટણી-2024માં વારાણસીની બેઠક પર શું થાય છે એ તરફ માત્ર વારાણસીવાસીઓ જ નહીં પણ આખા દેશની નજર હતી, કારણ કે આ જ સીટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi From Varanasi Seat)થી ચૂંટણી લડી રહ્યા હતા. આ વખતે પણ સતત ત્રીજી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવાર રહ્યા હતા અને એમની સામે ઈન્ડિ ગઠબંધ તરફથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય તેમ જ બસપાના અતહર જમાલ લારીને ઊભા કરવામાં આવ્યા હતા.
આ વખતે પણ ચૂંટણીમાં તમામ પાર્ટીઓએ પૂરું જોર લગાવ્યું હતું અને ભાજપ પણ એક એક બુથ જિતવા માટે બુથ અધ્યક્ષથી લઈને તમામ લોકોને કામ પર લગાવી દીધા હતા. વડા પ્રધાન નકેન્દ્ર મોદી ભલે આ બેઠક પરથી ચૂંટણી જિતી ગયા હોય પણ જે પેટર્ન અહીં જોવા મળી એ એવી હતી કે વારાણસી મતદાર સંઘ અંતર્ગત આવનારા મુસ્લિમ વિસ્તારોના બુથના મતદાતાઓએ ભાજપ અને બસપાને નકાર્યા હતા અને મત નહોતા આપ્યા.
આ પણ વાંચો : ‘સરકાર બનાવવામાં થોડું જલ્દી કરો….’ NDAની બેઠકમાં નીતિશ કુમારે આવું કેમ કહ્યું? NDAમાં ફૂટ પડી શકે છે?
વારાણસી મતદાર સંઘ હેઠળ વારાણસી ઉત્તરી, દક્ષિણી, કેન્ટોમેન્ટ, રોહનિયા અને સેવાપુરી જેવા વિસ્તારો આવે છે. જેમાંથી ઉત્તરી, દક્ષિણી અને કેન્ટ સંપૂર્ણપણે શહેરી વિસ્તાર છે, જ્યારે સેવાપુરી અને રોહનિયા ગ્રામીણ વિસ્તાર છે. ઉત્તરી અને દક્ષિણી વિસ્તારમાં મુસ્લિમ બહુમતિ છે, જ્યારે કેન્ટોમેન્ટમાં પણ અમુક હિસ્સામાં મુસ્લિમ બહુમતિ જોવા મળે છે. વારાણસીમાં આશરે 3.52 લાખ મુસ્લિમ મતદાતા છે અને આ મતદારોએ ભાજપને સંપૂર્ણપણે જાકારો આપ્યો છે. એટલું જ નહીં પણ ભાજપની સાથે સાથે તેમણે બસપાને જાકારો આપ્યો હતો.
લારીને 75થી વધુ બુથ પર એક પણ મળ્યા નહોતા. લારી મુસ્લિમ વર્ગના હોવાની સાથે સાથે જ એક જાણીતો ચહેરો હોવા છતાં પણ તેને લોકોએ સ્વીકારવાનું પસંદ નહોતું કર્યું. અજય રાજયને વન સાઈડ વોટ મળ્યા હતા, જ્યારે કે ચર્ચા તો એવી ચાલી રહી હતી કે મુસલમાનોનો એક વર્ગ મુખ્તાર અંસારીના હત્યાને કારણે અજય રાયથી નારાજ છે. કેટલાક મુસલમાનોનું એવું પણ માનવું હતું કે અજય રાયની જુબાનીને કારણે જ અંસારીને જેલ થઈ. પરંતુ મતદાનમાં એવું કંઈ ના થયું અને મુસ્લિમોએ મોદી અને બસપાની વિરૂદ્ધમાં ટેક્ટિકલ વોટિંગ કર્યું હતું.