ઇન્ટરનેશનલનેશનલ

વડાપ્રધાન મોદી કેનેડા પહોંચ્યા; G7 સમિટમાં આ દેશોના નેતાઓ સાથે વાટાઘાટો કરશે

ઓટાવા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા છે, તેઓ કનેડા આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G7 સમિટમાં હાજરી (PM Modi in Canada for G7 Summit) આપશે. વડાપ્રધાન મોદી કેનડામાં ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

G7 સમિટ દરમિયાન, વડાપ્રધાન મોદી જર્મની, કેનેડા, ઇટાલી અને યુક્રેનના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જો કે આ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ મુલાકાત નહીં યોજાય.
વડાપ્રધાન મોદી ભૂમધ્ય સાગરમાં આવેલા ટાપુ દેશ સાયપ્રસથી સીધા કેનેડા પહોંચ્યા છે. G7 સમિટમાં ભાગ લીધા બાદ, વડાપ્રધાન મોદી યુરોપના દેશ ક્રોએશિયા જવા રવાના થશે.

G7ને વિશ્વનું સૌથી શક્તિશાળી દેશોનું ગ્રુપ માનવામાં આવે છે. આ ગ્રુપમાં યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઇટાલી અને કેનેડાનો સમાવેશ થાય છે. G7 ની રચના 1975 માં થઈ હતી.

આ વર્ષે G7 સમિટનું મેજબાની કેનેડા કરી રહ્યું છે. G7 દેશોના નેતાઓ ઉપરાંત, આ વખતે યુરોપિયન યુનિયન (EU) અને કેટલાક G7માં સામેલ ન હોય એવા દેશોના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

કેનેડાના વડા પ્રધાન માર્ક કોર્નીએ મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પણ આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ કોરિયાના નેતાઓ પણ આ સમિટમાં હાજરી આપશે.

આ પણ વાંચો….G-7 દેશોએ ઈઝરાયેલને આપ્યું સમર્થન, કહ્યું ઈરાન પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનું મૂળ કારણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button