
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પછી તમામ પાર્ટીઓ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવી દીધું છે, ત્યારે આજે ભુતાનની મુલાકાત અંગે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભુતાનની પ્રસ્તાવિત મુલાકાતને સ્થગિત કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 21-22 માર્ચની ભુતાનની યાત્રાને ખરાબ હવામાનને કારણે સ્થગિત કરવામાં આવી છે, જ્યારે નવી મુલાકાતની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પીએમ મોદીની 21-22મી માર્ચની ભુટ્ટાનની રાજકીય ટૂર કરવાના હતા. આ ટૂર દરમિયાન પીએમ મોદી ભુટ્ટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને તેમના પિતા જિગ્મે સિંગ્યે વાંગચુકની મુલાકાત કરવાના હતા. જિગ્મે સિંગ્યે વાંગચુક ભુટ્ટાના પૂર્વ કિંગ હતા.
વડા પ્રધાનની કચેરી (પીએમઓ)એ કહ્યું હતું કે પીએમ મોદીની મુલાકાત અંગે કહ્યું હતું કે આ મુલાકાત બંને દેશ વચ્ચેના વેપારી સંબંધોને મજબૂત બનાવવા સાથે સંસ્કૃતિનું આદાનપ્રદાન કરવામાં આવે છે. ભારત સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી પર ભાર આપવાના સરકારના પ્રયાસોને અનુરુપ છે.