રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યાં પીએમ નરેન્દ્ર મોદી! રાષ્ટ્રપતિ ભવને એક્સ પર શેર કર્યો ફોટો

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ મુલાકાત અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ ભવન દ્વારા સોશિયલ મીડિયામાં આ મુલાકાતની તસવીર પણ શેર કરી છે. ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનનો પ્રવાસ કરીને હમણાં જ ભારત પાછા આવ્યાં છે. આ યાત્રા પૂર્ણ કરીને પીએમ મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. બની શકે છે કે, કોઈ મહત્વના મુદ્દાઓ પર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વચ્ચે ચર્ચા થઈ હોય! મહત્વની વાત એ પણ છે કે, હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, આ ચૂંટણી પહેલી પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી છે.
તો આ ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ હોઈ શકે છે. આગામી 9મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિના પદ માટે મતદાન થવાનું છે. જ્યારે એ જ દિવસે રાત્રે પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.
શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પીએમ મોદીએ આપી હાજરી
મહત્વની વાત એ પણ છે કે, 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના તિયાનજિનમાં આયોજિત શાંઘાઈ સહકાર સંગઠનના રાજ્ય અને સરકારના વડાઓની 25મી બેઠકમાં હાજરી આપી હતી.
આ દરમિયાન અન્ય દેશોના રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યાં હતાં. ખાસ કરીને રશિયાના રાષ્ટ્રપતિ, ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાનો ફોટો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો.
શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં પીએમ મોદીએ પાકિસ્તાનની હાજરીમાં આતંકવાદ મામલે ચર્ચા કરી અને આતંકવાદ સામે પોતાનો પક્ષ કેવો રહેશે તેની વાત કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ SCO ના સંયુક્ત નિવેદનમાં પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને રાજદ્વારી સફળતા પ્રાપ્ત કરી હતી. આ દરમિયાન પાકિસ્તાનના હાલત પણ ખબાર થઈ હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાયું હતું.