નવી દિલ્હીઃ એક તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજું કૉંગ્રેસ પક્ષના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સીધો વાર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યો છે. રાહુલે મોદીની જ્ઞાતિ વિશે ટીપ્પણી કરી છે આથી ભાજપ તરફથી જવાબ આવવાનો સ્વાભાવિક છે.
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની જાતિને લઈને નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે PM Modi OBC જન્મ્યા નહોતા. તેમણે ગુજરાતના chief minister બન્યા બાદ પોતાની જાતિને OBC જાહેર કરી હતી.
હવે ભાજપે તેમના નિવેદન પર પલટવાર કર્યો છે. બીજેપીએ કહ્યું હતું કે આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. પીએમ મોદીની જાતિને 27 ઓક્ટોબર, 1999ના રોજ OBC તરીકે સૂચિત કરવામાં આવી હતી. ત્યાર બાદ બે વર્ષ બાદ તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે PM મોદી સંસદમાં કહે છે કે હું OBC છું. મોદીનો જન્મ ગુજરાતમાં એક તેલી જાતિ પરિવારમાં થયો હતો. તેમના સમુદાયને 2000માં ભાજપ દ્વારા ઓબીસી જાહેર કરવામાં આવી હતી. PM મોદીનો જન્મ જનરલ કેટેગરીમાં થયો હતો.
અગાઉ રાહુલે તેમની રહેણીકરણી ઉપર પણ આક્ષેપો કર્યા હતા. યાત્રા દરમિયાન રાહુલે કહ્યું હતું કે PM મોદીનો પગાર 1 લાખ 60 હજાર રૂપિયા છે. તેઓ દિવસ દરમિયાન લાખો રૂપિયાના સૂટ પહેરે છે. એક સૂટ 2-3 લાખનો હોય છે અને પછી સાંજે જે શાલ ઓઢે છે તે રૂ. 4-5 લાખની છે. આટલા પગારમાં કરોડોના કપડા કઈ રીતે પહેરે છે, તેવો સવાલ પણ રાહુલે કર્યો હતો. છેલ્લા બે દિવસ વડા પ્રધાન મોદી સંસદમાં કૉંગ્રેસ પર વાર કરે છે. તેમણે રાહુલ ગાંધીની નેતાગીરી મામલે પણ ટીકા હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને