PM Modi જન્મદિવસઃ મહારાષ્ટ્રમાં એક લાખ લોકોને મોતિયાનું ઓપરેશન
17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ‘સેવા પખવાડિયા’નું આયોજન

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં તેમના ચાહકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, ત્યારે મહારાષ્ટ્રમાં એક લાખ લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહારાષ્ટ્રમાં પખવાડિયા દરમિયાન એક લાખથી વધુ આંખના મોતિયાની સર્જરી કરવામાં આવશે.
ચવ્હાણે મુંબઈમાં સંવાદદાતાઓને જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાનાર આ અભિયાન દરમિયાન પક્ષ 10 લાખ લોકોની આંખની તપાસની વ્યવસ્થા કરશે અને જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ કરશે. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી થશે.
વધુ જાણકારી આપતા ચવ્હાણે કહ્યું હતું કે ‘એક લાખથી વધુ મોતિયાના ઓપરેશન કરવા 10 લાખ લોકોની આંખની તપાસ થાય એની તકેદારી રાખવા અને જરૂરિયાતમંદોને ચશ્મા આપવા માટે એનજીઓ, અન્ય સંગઠનો અને સામાજિક જૂથોને એકત્ર કરીશું. આ ઝુંબેશ રાજ્યના લોકો સાથે જોડાવાનો પ્રયાસ છે.
આ અભિયાન દરમિયાન રક્તદાન શિબિરોનું પણ આયોજન કરવામાં આવશે. અમે આ પખવાડિયા દરમિયાન અમલમાં મૂકવા માટે 17 કાર્યક્રમ તૈયાર કર્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કાર્યક્રમના સફળ આયોજન માટે રાજ્યના પ્રધાનો અને ભાજપના નેતાઓ સાથે બેઠક કરી છે.
(પીટીઆઈ)
આ પણ વાંચો…PM Modiના જન્મદિવસે સુરતમાં દેશની સૌપ્રથમ ગ્રીન વ્હીકલ નીતિનો આરંભ થશે