રાહુલ ગાંધી 55 વર્ષના થયા: વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જાણો શું કહ્યું

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ(INC)ના મુખ્ય ચહેરા રાહુલ ગાંધી આજે ગુરુવારે 55 વર્ષના (Rahul Gandhi 55th Birthday) થયા. કોંગ્રેસ ઉપરાંત દેશભરના અગ્રણી રાજકારણીઓ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રાહુલ ગાંધીને શુભેચ્છા (PM Modi wishes Rahul) પાઠવી.
Birthday greetings to the Leader of the Opposition in the Lok Sabha, Shri Rahul Gandhi. May he be blessed with a long and healthy life.@RahulGandhi
— Narendra Modi (@narendramodi) June 19, 2025
અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીએ પહેલી વાર રાહુલ ગાંધીના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખ્યું, “લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમને લાંબા અને સ્વસ્થ જીવનનો આશીર્વાદ મળે.”
Greetings to the Leader of Opposition in Lok Sabha Shri @RahulGandhi on his birthday. May he be blessed with good health and a long life.
— Rajnath Singh (@rajnathsingh) June 19, 2025
રાજનાથ સિંહે પણ શુભેચ્છા પાઠવી:
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી. તેમણે X પર એક પોસ્ટ કરીને લખ્યું “લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ. તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના.”
Warmest birthday greetings to Shri @RahulGandhi.
— Mallikarjun Kharge (@kharge) June 19, 2025
What sets you apart is your unequivocal dedication to the Constitution's values and your deep compassion for social, political and economic justice for the millions whose voices often go unheard.
Your actions consistently…
ખડગેએ શું કહ્યું?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બંધારણના મૂલ્યો પ્રત્યે તેમના સમર્પણ બદલ રાહુલ ગાંધીની પ્રશંસા કરી. તેમને કહ્યું, “બંધારણના મૂલ્યો પ્રત્યે તમારું સતત સમર્પણ તથા જેમનો અવાજ સાંભળવામાં આવતો નથી એવા લાખો લોકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય મળે એ પ્રત્યેની તમારી ઊંડી કરુણા, તમને બીજા લોકોથી અલગ પાડે છે,”
Warm birthday wishes to my brother-in-ideals, @RahulGandhi — bound not by blood, but by thought, vision, and purpose.
— M.K.Stalin (@mkstalin) June 19, 2025
May you continue to stand firm and lead with courage. In our march towards a brighter India, victory shall be ours.#HBDRahulGandhi pic.twitter.com/97PgD0VLLa
એમકે સ્ટાલિને રાહુલને ભાઈ ગણાવ્યા:
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને રાહુલ ગાંધીને એક “આદર્શ ભાઈ” ગણાવીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, “મારા આદર્શ ભાઈ, રાહુલ ગાંધીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ – અમે લોહીથી નહીં, પરંતુ વિચાર, દ્રષ્ટિ અને હેતુથી જોડાયેલા છીએ.”
આપણ વાંચો: યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, ઓપરેશ સિંધુ યથાવત્
રોજગાર મેળાનું આયોજન:
ઇન્ડિયન યુથ કોંગ્રેસ રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે રોજગાર મેળાનું આયોજન કરી રહી છે. IYCનો દાવો છે કે આ રોજગાર મેળો 100 થી વધુ કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓને એકસાથે લાવશે અને 5,000 થી વધુ નોકરીઓ ઓફર કરશે.