
રામેશ્વરમઃ જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઊંચા રેલવે બ્રિજનું ભારતીય રેલવેએ નિર્માણ કર્યા પછી ભારતીય રેલવે વધુ એક એન્જિનિયરિંગની દુનિયાના બેનમૂન બ્રિજનું નિર્માણ કરવામાં સફળતા મળી છે.
તમિલનાડુના રામેશ્વરમાં તૈયાર દેશના સૌથી પહેલા વર્ટિકલ લિફ્ટ બ્રિજનો ટ્રાયલ સફળ રહ્યો છે. પમ્બન બ્રિજનો શુભારંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે. શનિવારે પમ્બન બ્રિજને ખોલીને રિહર્સલ કરવામાં આવ્યું હતું, જ્યારે રામ નવમીના દિવસે આ ઐતિહાસિક બ્રિજને જનતાને સમર્પિત કરવામાં આવશે.
આપણ વાંચો: કર્ણાક રેલવે બ્રિજના ૫૫૦ મેટ્રિક ટન વજનના ગર્ડરને ખસેડવાનું કામ પૂરું
2.5 કિલોમીટર લાંબો બ્રિજ 535 કરોડના ખર્ચે તૈયાર

આ બ્રિજને 1914માં બનાવવામાં આવ્યો હતો, જ્યારે કાટ લાગી જવાને કારણે વર્ષ 2022માં તેને બંધ કરવામાં આવ્યો હતો. હવે બ્રિજને નવેસરથી તૈયાર કરવામાં આવ્યા પછી તમામ પરીક્ષણમાંથી સફળ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામનવમીના દિવસે આ બ્રિજને જનતાને સમર્પિત કરશે.
2.5 કિલોમીટર લાંબા બ્રિજને રેલવે વિકાસ નિગમ લિમિટેડે (આરવીએનએલ)એ 535 કરોડ રુપિયામાં તૈયાર કર્યો છે. વડા પ્રધાન મોદી તાંબરમ-રામેશ્વરની વચ્ચે એક નવી ટ્રેનને પણ લીલીઝંડી આપ્યા પછી જનતાને સંબોધશે.
29મી માર્ચના પમ્બન બ્રિજનો ટ્રાયલ રહ્યો હતો સફળ
ભારતીય રેલવે એક પછી ઐતિહાસિક બ્રિજનું નિર્માણ કરી રહી છે, જે પૈકી વધુ ઐતિહાસિક મહત્ત્વ ધરાવનારા સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ પમ્બન બ્રિજનો ટ્રાયલ સફળ રહ્યો છે.
પમ્બન બ્રિજ અને રામેશ્વરમ ખાતે રેલવે પ્રશાસનના અધિકારીઓ, કોસ્ટ ગાર્ડ, રાજ્યના વહીવટીતંત્ર અને પોલીસના અધિકારીઓએ શનિવારના નવા પમ્બન બ્રિજના ઉદઘાટનનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડ જહાજને પસાર થવા દેવા માટે શેર્ઝર સ્પાન સાથેનો જૂનો પંબન બ્રિજ પણ ખોલવો પડ્યો.
રામેશ્વરમ અને ધનુષકોડીને જોડવાનું કામ કરશે
આ પુલને તૈયાર કરવાથી રામેશ્વરમ અને ધનુષકોડીને જોડવાનું કામ કર્યું છે. જૂના પમ્બન બ્રિજની જગ્યાએ નવો પમ્બન બ્રિજ બનાવ્યો છે. હવે પમ્બન બ્રિજને સુપરફાસ્ટ ટ્રેન અને સૌથી વધુ ટ્રેનની અવરજવરના ટ્રાફિકને સંભાળવા માટે બનાવ્યો છે. નવો પમ્બન બ્રિજ ફક્ત રેલવે માટે જ નહીં, પરંતુ દેશની પ્રગતિનું પ્રતીક છે.
તમામ ટેસ્ટમાં સફળતા મળી

બ્રિજના તમામ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યાં છે, જેમાં પુલને સેફ્ટી કમિશનર તરફથી મંજૂરી આપી છે. સીઆરએસને પુલ માટે કલાકના 75 કિલોમીટરની ઝડપથી સ્પીડ લિમિટની મંજૂરી આપી છે, પરંતુ આ નિયમ બ્રિજના વચ્ચેના ભાગ પર લાગુ પડશે નહીં.
નવા પુલને કલાકના 80 કિલોમીટરની ઝડપથી બનાવ્યો છે. વર્ટિકલને કારણે સીઆરએસે કલાકના 75 કિલોમીટરની ઝડપની મંજૂરી આપી છે. ફ્કત લિફ્ટવાળા ભાગમાં કલાકના 50 કિલોમીટરની મંજૂરી આપી છે.
કઈ રીતે બ્રિજનું કરવામાં આવશે સંચાલન
નવા પુલને ઈલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમથી બનાવવામાં આવ્યો છે, જ્યાંથી દરિયામાં સ્ટીમર/જહાજોને અવરજવર કરવાનું વધુ સરળ બનશે. જહાજના પ્રવેશ વખતે બ્રિજને ઉપર ઉઠાવવામાં આવશે, જ્યારે તેનો સમય નિર્ધારિત હશે ત્યારે ઉઠાવવામાં આવશે. પુલ ઉઠાવવામાં પાંચ મિનિટનો સમય લાગશે, જ્યારે તેનું સંચાલન એક વ્યક્તિ કરી શકશે. હવે પુલ ઉઠાવવા માટે વધુ લોકોની જરુરિયાત પડશે નહીં.
રેલવેએ પમ્બન પુલ પહેલા રામેશ્વરમ અને ધનુષકોડી જવાનો એકમાત્ર રસ્તો હતો. આ પુલ 1914માં બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ 1988માં તેની બાજુમાં એક રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે લોકોને રેલ સિવાય રોડ માર્ગે જવાનો વિકલ્પ મળ્યો હતો. જોકે, 1988 સુધી મંડપમ અને રામેશ્વરમ સુધી અવરજવરનો એક જ વિકલ્પ ટ્રેન હતી. જોકે, હવે ફરીથી કનેક્ટિવિટી મળશે.