ટોપ ન્યૂઝનેશનલ

PM Modi જમ્મુ-કાશ્મીરને આપશે બે મોટી ભેટ: વંદે ભારત અને ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન

જમ્મુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પોતાની પ્રથમ જમ્મુ કાશ્મીરની મુલાકાત આવી રહ્યા છે. છઠ્ઠી જૂનના રોજ વડા પ્રધાન મોદી જમ્મુ કાશ્મીરને બે મોટી ભેટ આપશે. તેઓ કટરાથી શ્રીનગર સુધી દોડનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. સાથે તેઓ દુનિયાના સૌથી ઉંચા રેલવે પુલ ચિનાબ બ્રિજનું ઉદ્ધાટન કરીને દેશને સમર્પિત કરશે.

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “ઇતિહાસ રચાવાનો છે… 3 દિવસ બાકી છે. ચિનાબ બ્રિજ ન્યૂ ઈન્ડિયાની તાકાત અને વિચારસરણીનું પ્રતિક છે. આ પુલ માત્ર એન્જિનિયરિંગનો કમાલ નથી પરંતુ દેશની ઇચ્છાશક્તિ અને વિકાસનું પણ પ્રતીક છે.”

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 2 આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું: મોટી માત્રામાં હથિયારો મળ્યા

કેબલ સ્ટેઈડ પુલનું નિરીક્ષણ કરશે

અધિકારીઓએ કહ્યું હતુ કે પુલનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન મોદી ટ્રેનમાં બેસીને કટરા જાય તેવી શક્યતા છે અને રસ્તામાં ભારતના પ્રથમ કેબલ-સ્ટેઈડ પુલનું નિરીક્ષણ કરશે. તેમણે કહ્યું કે વડા પ્રધાન આ પ્રોજેક્ટમાં સામેલ નિવૃત્ત કર્મચારીઓ સહિત રેલવે એન્જિનિયરો સાથે વાતચીત કરશે.

કાશ્મીરને રેલ નેટવર્કથી જોડવાનો સંકેત

માતા વૈષ્ણો દેવીના દર્શનાર્થે જતા યાત્રાળુઓ માટે બેઝ કેમ્પ તરીકે ઓળખાતા કટરામાં વડા પ્રધાન મોદી કટરાથી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા અને બારામુલ્લાથી કટરા સુધીની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે, જે કાશ્મીરને રેલવે નેટવર્ક દ્વારા જોડવાના પ્રોજેક્ટ પૂર્ણ થવાનો સંકેત આપે છે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે કાશ્મીર જતા અને આવતા તમામ મુસાફરોએ કટરા ખાતે ઉતરીને ટ્રેન બદલવી પડશે. ઉદ્ઘાટન પછી મોદી એક જાહેર રેલીને સંબોધિત કરશે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં તૈનાત CRPF જવાન ગુમ: ઘરે લગ્નની તૈયારીઓ, પરિવાર ચિંતિત

41,000 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂરો થશે

કાશ્મીરને ટ્રેન દ્વારા જોડવાના પ્રોજેક્ટનું કામ 1997માં શરૂ કરવામાં આવ્યું હતું અને ભૂસ્તરશાસ્ત્રીય, ભૌગોલિક અને હવામાનશાસ્ત્રીય પડકારોને કારણે ઘણી સમયમર્યાદા ચૂકી જવામાં આવી જેના ખર્ચ વધતો રહ્યો અને 41,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચેમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો. કુલ 272 કિમી લાંબા યુએસબીઆરએલ પ્રોજેક્ટમાંથી 209 કિમીનો ભાગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 118 કિમી લાંબા કાઝીગુંડ-બારામુલ્લા સેક્શનનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 2009માં શરૂ કરવામાં આવ્યો હતો.

રિયાસી-કટરા વચ્ચેનું કામ 2024માં પૂર્ણ

જૂન 2013માં 18 કિમી લાંબા બનિહાલ-કાઝીગુંડ, જૂલાઈ 2014માં 25 કિમી ઉધમપુર-કટરા અને ફેબ્રુઆરીમાં 48.1 કિમી લાંબા બનિહાલ-સાંગલદાન સેક્શનનું કામ પણ ગયા વર્ષે જૂનમાં પૂર્ણ થયું હતું, જેના કારણે રિયાસી અને કટરા વચ્ચે કુલ 17 કિમીનો રસ્તો બાકી રહ્યો હતો અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે આ સેક્શન આખરે ડિસેમ્બર 2024માં પૂર્ણ થયું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાન સરહદ નજીકના રાજ્યોમાં આવતીકાલે મોક ડ્રીલ: ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં એલર્ટ

119 કિલોમીટરનો ટ્રેક ટનલમાંથી પસાર

ગયા મહિનાની શરૂઆતમાં પહલગામ આતંકવાદી હુમલાના બદલામાં સરહદ પાર આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, 119 કિલોમીટરનો ટ્રેક ટનલમાંથી પસાર થાય છે અને મુસાફરોની સલામતી માટે સંપૂર્ણ સીસીટીવી દેખરેખથી સજ્જ છે.

કનેક્ટિવિટી નહીં પણ સલામતીની ભાવના પૂરી પાડે છે

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ટ્રેકના દરેક ઇંચ પર નજર રાખવામાં આવી રહી છે,” તેમણે દેશના કેટલાક સૌથી પડકારજનક લેન્ડસ્કેપ્સમાંથી પસાર થતા મુસાફરો માટે સલામત અને વધુ સુરક્ષિત મુસાફરીનો અનુભવ આપવાનું વચન આપ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે લાઇન આ પ્રદેશમાં લોકોની મુસાફરી કરવાની રીતને બદલવાનું વચન આપે છે કારણ કે આ પ્રોજેક્ટ ફક્ત સારી કનેક્ટિવિટી જ નહીં પરંતુ આ દૂરના પ્રદેશમાં મુસાફરો માટે સલામતીની નવી ભાવના પણ લાવે છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એનકાઉન્ટર, સિક્યોરિટી ફોર્સીઝે 3-4 આતંકવાદીઓને ઘેર્યા…

એપ્રિલમાં પીએમ મોદી ઉદ્ધાટન કરવાના હતા પણ

સૌથી લાંબી ટનલ ટી-50 12.77 કિમીથી વધુ લંબાઈ ધરાવે છે, જે તેને દેશની સૌથી લાંબી રેલવે ટનલ બનાવે છે. વધુમાં ઉમેર્યું હતું કે કુલ 25 મુખ્ય ટનલ છે જે 97.42 કિમી લંબાઈ ધરાવે છે અને આઠ એસ્કેપ ટનલ છે જે 66.4 કિમી સુધી ફેલાયેલી છે, જેના પરિણામે કુલ લંબાઈ 163.82 કિમી છે. નોંધનીય છે કે વડા પ્રધાન મોદી અગાઉ એપ્રિલમાં રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરવાના હતા પરંતુ ખરાબ હવામાનના કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button