PM Modi એ વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સમીક્ષા બેઠક યોજશે
વાયનાડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)કેરળના વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા મુલાકાતે છે. પીએમ મોદી સાથે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રી સુરેશ ગોપી પણ છે.પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા વાયનાડ જવા રવાના થયા. પીએમ મોદીએ કાલપેટ્ટામાં ભૂસ્ખલનથી નાશ પામેલા ચાર ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
સમીક્ષા બેઠક બાદ પીએમ મોદી નવી દિલ્હી પરત ફરશે
પીએમ મોદી કેટલીક રાહત શિબિરો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ મળશે. પીએમ મોદી એક સમીક્ષા બેઠક પણ યોજશે જેમાં મુખ્યમંત્રી,રાજ્યપાલ ઉપરાંત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે. આ સમીક્ષા બેઠક બાદ પીએમ મોદી નવી દિલ્હી પરત ફરશે.
સમિતિ નુકસાનનો રિપોર્ટ સોંપશે
આ પૂર્વે કેન્દ્ર સરકારે રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે એક સમિતિની પણ રચના કરી છે. આ સમિતિ છેલ્લા બે દિવસથી વાયનાડમાં છે અને શનિવારે તેનો પ્રવાસ પૂર્ણ કરશે. તેની બાદ તે થયેલા નુકસાનનો રિપોર્ટ આપશે.
1200 થી વધુ બચાવ કર્મચારીઓ વાયનાડમાં તૈનાત
વડાપ્રધાનની મુલાકાત પહેલા જ વાયનાડમાં બચાવ અને રાહત કામગીરી માટે 1200 થી વધુ બચાવકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. NDRF,આર્મી, એરફોર્સ, નેવી, ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સના 1200 થી વધુ બચાવ કર્મચારીઓ વાયનાડમાં તૈનાત છે.
ભૂસ્ખલન પીડિતોના પુનર્વસન માટે 2,000 કરોડ રૂપિયાની માંગ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત પૂર્વે કેરળ સરકારની કેબિનેટ પેટા સમિતિ વિસ્તારની મુલાકાત લેતી કેન્દ્રીય ટીમને મળી હતી અને આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પુનર્વસન અને રાહત કાર્ય માટે રૂ. 2,000 કરોડની સહાયની માંગ કરી હતી. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજીવ કુમારના નેતૃત્વમાં કેન્દ્રીય ટીમે આપત્તિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી. આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમે જણાવ્યું હતું કે વાયનાડ ભૂસ્ખલનની અસર ખૂબ મોટી છે અને તેના વિગતવાર અભ્યાસની જરૂર છે
Also Read –