પીએમ મોદીએ વારાણસીને આપી કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ, કહ્યું કાશી હવે સ્વાસ્થ્યની રાજધાની

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. જ્યાં તેમણે 3884.18 કરોડ રૂપિયાના 44 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પવિત્ર દિવસ છે અને આજે મને સંકટમોચન મહારાજની કાશીમાં તમને મળવાનું સૌભાગ્ય મળ્યું છે. હનુમાન જન્મોત્સવ પહેલા, કાશીના લોકો આજે વિકાસની ઉજવણી કરવા માટે અહીં એકત્ર થયા છે.
કાશી હવે સ્વાસ્થ્યની રાજધાની પણ બની
પીએમ મોદીએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં બનારસના વિકાસને એક નવી ગતિ મળી છે. કાશીએ આધુનિક સમયને સ્વીકાર્યો છે. તેના વારસાને સાચવ્યો છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ મજબૂત પગલાં લીધાં છે. આજે કાશી ફક્ત પ્રાચીન જ નહીં પણ પ્રગતિશીલ પણ છે. 10 વર્ષ પૂર્વે સમગ્ર પૂર્વાંચલમાં તબીબી સારવારને લગતી સમસ્યાઓ પણ આપણે જાણીએ છીએ. આજે પરિસ્થિતિ અલગ છે, મારી કાશી હવે સ્વાસ્થ્યની રાજધાની પણ બની રહી છે. આજે, દિલ્હી અને મુંબઈની મોટી હોસ્પિટલો તમારા ઘરની નજીક આવી ગઈ છે. આ વિકાસ છે જ્યાં લોકોને સુવિધાઓ મળે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ દિવસ સામાજિક ચેતનાના પ્રતીક મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ પણ છે. મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ જીવનભર મહિલાઓના કલ્યાણ, તેમના આત્મવિશ્વાસ અને સામાજિક કલ્યાણ માટે કાર્ય કર્યું. આજે આપણે તેમના વિચારો, તેમના સંકલ્પો, મહિલા સશક્તિકરણ માટેના તેમના આંદોલનને આગળ ધપાવી રહ્યા છીએ અને તેને નવી ઉર્જા આપી રહ્યા છીએ.
આ પણ વાંચો: પીએમ મોદીએ દેશના પ્રથમ વર્ટીકલ સી-બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, જાણો તેની વિશેષતાઓ….
વિપક્ષ સત્તા મેળવવા દિવસ-રાત રમત રમે છે
પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, મહાત્મા જ્યોતિબા ફૂલે જેવા મહાપુરુષોથી પ્રેરિત રાષ્ટ્રની સેવા કરવાનો આપણો મંત્ર સબકા સાથ, સબકા વિકાસ રહ્યો છે. અમે દેશ માટે તે વિચારને આગળ ધપાવીએ છીએ જે ‘સબકા સાથ, સબકા વિકાસ’ ની ભાવનાને સમર્પિત છે. જે લોકો સત્તા મેળવવા માટે દિવસ-રાત રમત રમે છે. તેમનો સિદ્ધાંત પરિવારનો ટેકો અને પરિવારનો વિકાસ છે.
આ પણ વાંચો: શ્રીલંકાએ પીએમ મોદીને આપ્યું મિત્ર વિભૂષણ સન્માન, વડા પ્રધાને કર્યો ગુજરાતનો ઉલ્લેખ…
મહેનતુ બહેનો નવો ઇતિહાસ રચી શકે છે
પીએમ મોદીએ વારાણસીના લોકોને કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ” ના મંત્રને સાકાર કરવાની દિશામાં પશુપાલન પરિવારો, ખાસ કરીને આપણી મહેનતુ બહેનોને ખાસ અભિનંદન. આ બહેનોએ બતાવ્યું છે કે જો તેમના પર વિશ્વાસ મૂકવામા આવે તો એક નવો ઇતિહાસ રચી શકે છે.