શ્રી લંકાથી પરત ફરતા પીએમ મોદીએ કર્યા રામસેતુના દર્શન, જુઓ વીડિયો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રી લંકાથી ભારત પરત ફરતી વખતે વિમાનમાંથી રામ સેતુના દર્શન કર્યા હતા. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું હતું કે “થોડા સમય પહેલા શ્રીલંકાથી પરત ફરતી વખતે મને રામ સેતુના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. દૈવીય સંયોગથી આ તે જ સમયે બન્યું જ્યારે અયોધ્યામાં સૂર્ય તિલક થઈ રહ્યું હતું.
આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત…
તેમણે કહ્યું હતું કે, “બંન્નેના દર્શન કરીને ધન્યતા અનુભવું છું.” ભગવાન શ્રી રામ તમામને જોડનારી શક્તિ છે. તેમના આશીર્વાદ હંમેશાં આપણા પર રહે.” માન્યતા છે કે ભગવાન રામ અને તેમની વાનર સેનાએ રાવણનો વધ કરવા માટે શ્રીલંકા જવા માટે જે પુલ બનાવ્યો હતો રામસેતુ તેનો હિસ્સો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની પ્રવાસ પછી સીધા શ્રીલંકા ગયા હતા, ત્યાર બાદ ત્યાંથી પરત ફરતી વખતે પીએમ મોદીએ રામસેતુના વીડિયો શેર કર્યો હતો, ત્યારે તેના અંગે પણ યૂઝરે પ્રતિક્રિયાઓ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુમાં પણ આધુનિક નવા પમ્બન બ્રિજનું ઉદ્ધાટન કર્યું હતું. એના સિવાય અનેક મહત્વાકાંક્ષી પ્રકલ્પનું શિલારોપણ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રી લંકા પૂર્વે થાઈલેન્ડમાં ત્રણ એપ્રિલથી મુલાકાતે ગયા હતા. સૌથી પહેલા પીએમ મોદીએ બેંગકોકમાં આયોજિત બિમ્સટેક સંમેલનમાં ભાગ લીધો હતો.