કેનેડા બાદ ક્રોએશિયા પહોંચ્યા વડા પ્રધાન મોદી, દ્ધિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર થશે ચર્ચા | મુંબઈ સમાચાર

કેનેડા બાદ ક્રોએશિયા પહોંચ્યા વડા પ્રધાન મોદી, દ્ધિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર થશે ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્રોએશિયામાં આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત.

જગરેબ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ક્રોએશિયા પહોંચ્યા હતા, જે કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા ક્રોએશિયાની પ્રથમ મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે દેશના નેતાઓ સાથે વાતચીત કરશે.

વડા પ્રધાન તેમની ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં કેનેડાથી અહીં પહોંચ્યા હતા. કેનેડામાં વડા પ્રધાન મોદીએ જી-7 સમિટમાં હાજરી આપી હતી અને અનેક વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી હતી. અગાઉ, તેમણે તેમની મુલાકાતના ભાગ રૂપે સાયપ્રસની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદી કેનેડા પહોંચ્યા; G7 સમિટમાં આ દેશોના નેતાઓ સાથે વાટાઘાટો કરશે

વડાપ્રધાન મોદીએ રવિવારે દિલ્હીથી રવાના થતા અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે “હું ક્રોએશિયાની મારી મુલાકાત અને રાષ્ટ્રપતિ ઝોરાન મિલનોવિક અને વડા પ્રધાન આન્દ્રેજ પ્લેન્કોવિચ સાથેની મુલાકાતની રાહ જોઈ રહ્યો છું.

આપણા બંને દેશો સદીઓ જૂના ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. ભારતીય વડાપ્રધાન દ્વારા ક્રોએશિયાની પ્રથમ મુલાકાત તરીકે તે પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ માટે નવા માર્ગો ખોલશે.

આ પણ વાંચો :વડા પ્રધાન મોદી ૨૯મીએ સિક્કિમની મુલાકાત લે તેવી સંભાવના

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ક્રોએશિયાની મુલાકાત યુરોપિયન યુનિયનમાં ભાગીદારો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button