PM Modi એ લોકસભામાં કોંગ્રેસને આડે હાથ લીધી, કહ્યું અમે બંધારણને જીવીએ છીએ
નવી દિલ્હી: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi)આડકતરી રીતે કોંગ્રેસને આડે હાથે લીધી હતી. તેમણે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના શીશમહેલનો પણ ઉલ્લેખ કરીને પ્રહાર કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે અમે બંધારણનું સન્માન કરીએ છીએ. અમે બંધારણને જીવીએ છીએ. અમે બંધારણને સમજીએ છીએ.
25 કરોડ ભારતીયોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષો સુધી તમે ગરીબી હટાવોનો માત્ર નારો સાંભળ્યો હશે. પરંતુ અમે તો 10 વર્ષમાં દેશમાંથી ગરીબી દૂર પણ કરી છે. અમને માત્ર નારો નથી આપ્યો પરંતુ 10 વર્ષમાં 25 કરોડ ભારતીયોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે.
આપણ વાંચો: રાહુલ ગાંધીએ કેજરીવાલને લીધા આડેહાથ; “નરેન્દ્ર મોદીથી ધ્રુજી ઉઠે છે કેજરીવાલ:’ AAPનો વળતો પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે અમે સાચો વિકાસ આપ્યો છે. ગરીબીનું દુઃખ અને મધ્યમ વર્ગના સપનાઓ ફક્ત આ રીતે સમજી શકાતા નથી. પરંતુ તેમાં જુસ્સાની જરૂર પડે છે. પરંતુ દુઃખની વાત છે કે કેટલાક લોકો પાસે તે નથી. અત્યાર સુધીમાં ગરીબોને 4 કરોડ ઘર આપવામાં આવ્યા છે. જેણે આ જીવન જીવ્યું છે તે જાણે છે કે કોંક્રિટની છતવાળું ઘર હોવાનો અર્થ શું છે.
12 કરોડથી વધુ શૌચાલયો બનાવ્યા
પીએમ મોદીએ આ ઉપરાંત જણાવ્યું છે કે અમે 12 કરોડથી વધુ શૌચાલયો બનાવીને બહેનો અને દીકરીઓની મુશ્કેલીઓ દૂર કરી છે. આ પૂર્વે જ્યારે કોઈ સ્ત્રીને ખુલ્લામાં શૌચ કરવાની ફરજ પડતી હતી. તેમને સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી જ આ ક્રિયા માટે જવું પડતું હતું. તેમની આ સમસ્યા સમજીને તેને હલ કરવાનો પ્રયાસ કર્યો છે.
આપણ વાંચો: વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ
12 કરોડ પરિવારોને નળ દ્વારા પાણી પહોંચાડવાનું કામ કર્યું
પીએમ મોદીએ વધુ દેશમાં સ્વચ્છ જળ માટે શરૂ કરેલા નળ થી જળ અભિયાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી દેશના કુલ ઘરોમાંથી 75 એટલે કે લગભગ 16 કરોડથી વધુ ઘરો પાસે નળનું જોડાણ નહોતું. અમારી સરકારે 12 કરોડ પરિવારોને નળ દ્વારા પાણી પહોંચાડવાનું કામ કર્યું છે અને આ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.
12 લાખની આવક કરમુક્ત કરી
સંસદમાં જણાવતા પીએમ મોદીએ બજેટમાં આપવામાં આવેલી 12 લાખની આવક મર્યાદાની છૂટ અંગે પણ વાત કરી હતી. તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના પ્રતિક્રિયા પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આ 12 લાખની આવક કરમુક્ત કરીને લોકોના ધા પણ ભર્યા અને બેનડેજ પણ લગાવી દીધી છે.
આપણ વાંચો: મહાયુતિના વિધાનસભ્યોની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી પંચસૂત્રી…
મહારાષ્ટ્રમાં પણ જનતા જનાર્દનના આશીર્વાદ મળ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે યુવાનો સાથે રહીને ચાલીએ છીએ પરંતુ કેટલાક દળો યુવાનોને ગુમરાહ કરે છે. તેવો યુવાનોને વાયદા કરે છે. પરંતુ કશું આપતા નથી. આ દળો યુવાનો પર સંકટ બન્યા છે. અમે જે કહીએ છીએ એ કરીએ છે. હરિયાણા ત્રીજી વખત ભવ્ય વિજય મેળવ્યો છે. તેમજ મહારાષ્ટ્રમાં પણ જનતા જનાર્દનના આશીર્વાદ મળ્યા અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે બંધારણનું સન્માન કરીએ છીએ.
સંવિધાનને લઇને ચાલીએ છીએ ઝેરની રાજનીતિ નથી કરતાં
અમે બંધારણને જીવીએ છીએ. અમે બંધારણને સમજીએ છીએ. અમે સંવિધાનને લઇને ચાલીએ છીએ ઝેરની રાજનીતિ નથી કરતાં. અમે ગુજરાતના સરદાર પટેલનું દુનિયાનું સૌથી મોટું સ્ટેચયુ બનાવીએ છીએ. તે ભાજપના ન હતા પરંતુ અમે સંવિધાનને સર્વોપરી માનીએ છીએ. દેશમાં આજકાલ અમુક લોકો અર્બન નકસલની ભાષા બોલે છે. જે શરમની બાબત છે.