ટોપ ન્યૂઝનેશનલ

આગામી રામનવમી ભવ્ય રામમંદિરમાં..રામલીલા મેદાનમાં પીએમ મોદીએ લીધા 10 સંકલ્પ

આજે દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. PM મોદીએ દિલ્હીના દ્વારકામાં આવેલા રામલીલા મેદાનમાં વિજયાદશમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રાવણ દહન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ ઉપરાંત અન્ય એક પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. આ પૂતળું મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં તૈયાર કરવામાં આવ્યું હતું. અહીં પહોંચ્યા બાદ પીએમએ પહેલા પૂજા-અર્ચના કરી હતી. એ પછી જાહેર જનતાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ સમગ્ર દેશને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવે છે. વિજયાદશમી એ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર છે. આપણે દર વર્ષે રાવણ દહન કરીએ છીએ પરંતુ આટલું પૂરતું નથી. આ પર્વ સંકલ્પોનું પુનરાવર્તન કરવાનું પર્વ પણ છે. આપણે એવા સમયે વિજય દશમીની ઉજવણી કરી રહ્યા છીએ, જ્યારે ચંદ્ર પરના વિજયને બે મહિના પૂર્ણ થયા છે. વિજયાદશમી પર શસ્ત્ર પૂજન પણ કરવામાં આવે છે, શસ્ત્રોનું પૂજન વર્ચસ્વ માટે નહીં પરંતુ રક્ષણ માટે કરવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું, “આજે આપણને ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ થતું જોવાનું સૌભાગ્ય મળ્યું છે. અયોધ્યામાં આગામી સમયમાં રામ નવમી પર લોકો માટે આનંદની ક્ષણ હશે. ભગવાન શ્રીરામને રામ મંદિરમાં બિરાજમાન થવા માટે હવે માત્ર થોડા મહિના જ બાકી છે. સદીઓ પછી ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થશે.

પીએમ મોદીએ કહ્યું કે રામરાજ્યની પરિકલ્પના એ છે કે જ્યારે રામ તેમના સિંહાસન પર બિરાજે ત્યારે સમગ્ર વિશ્વમાં આનંદ છવાય જાય અને તમામ દુઃખોનો અંત આવે. આ કેવી રીતે થશે? એટલા માટે હું દરેક દેશવાસીને 10 સંકલ્પ લેવાનું કહું છું.

  1. વધુમાં વધુ પાણી બચાવો
  2. વધુમાં વધુ લોકોને ડિજીટલ લેવડદેવડ માટે પ્રોત્સાહિત કરો.
  3. સ્વચ્છતાનો સંકલ્પ લો.
  4. વોકલ ફોર લોકલ
  5. ક્વોલિટી કામ કરાવો
  6. પહેલા આખા દેશનું ભ્રમણ કરીએ અને તે પછી વિદેશ જઇએ
  7. કુદરતી ખેતી પ્રત્યે ખેડૂતોને પ્રેરિત કરીએ
  8. સુપરફૂડ્ઝ મિલેટ્સને રોજિંદા આહારમાં સમાવેશ કરીએ
  9. વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ફિટનેસને જીવનમાં પ્રાથમિકતા આપીએ
  10. ઓછામાં ઓછા એક ગરીબ પરિવારના સભ્ય બની તેમનું આર્થિક અને સામાજીક સ્તર વધારીએ
    પીએમ મોદીએ કહ્યું, “આપણે થોડા અઠવાડિયા પહેલા જ નવી સંસદમાં પ્રવેશ્યા હતા. મહિલાઓને સશક્ત કરવા માટે નારી વંદન બિલ લાવવામાં આવ્યું હતું. વિશ્વ ‘મધર ઓફ ડેમોક્રસી’ને જોઇ રહ્યું છે. આ સુખદ ક્ષણો વચ્ચે ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આઝાદીના 75 વર્ષ બાદ ભારતના ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે. આ એવો પણ સમય છે જ્યારે ભારતે પહેલા કરતા વધુ સાવધ રહેવાની જરૂર છે. આપણે યાદ રાખવું જોઈએ કે રાવણનું દહન માત્ર પૂતળાનું ન હોવું જોઈએ. આ દહન એ વિકૃતિઓનું પણ થાય જે સમાજને જાતિ અને ધર્મના આધારે વહેંચવાનું કામ કરે છે. આવનારા 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આખી દુનિયાએ ભારત પર મીટ માંડી રહી છે અને આપણી ક્ષમતાઓ જોઈ રહી છે. હવે આપણે આરામ નથી કરવાનો.
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત