
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2023 થયેલી હિંસા બાદ આજે પ્રથમ વખત મણિપુર જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ દરમિયાન પીએમ મોદી મણિપુરના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.
પીએમ મોદી સીધા ચુરાચાંદપુર જશે તેની બાદ રાજધાની ઇમ્ફાલ જશે. પીએમ મોદીનું સીધા ચુરાચંદપુર જવા પાછળનું કારણ પણ મહત્વનું છે.
કારણ કે ચુરાચાંદપુર કુકી સમુદાયનો ગઢ માનવામાં આવી રહ્યો છે. પીએમ મોદી મુલાકાત દરમિયાન હિંસા અસરગ્રસ્તોને પણ મળશે.
ચુરાચાંદપુર વિસ્તાર કુકી સમુદાયનો ગઢ
મણિપુરનો ચુરાચાંદપુર વિસ્તાર કુકી સમુદાયનો ગઢ માનવામાં આવી રહ્યો છે. આ જીલ્લામાં સૌથી વધુ હિંસા થઈ હતી. જેમાં 260 લોકો માર્યા ગયા હતા.
પીએમ મોદી સીધા જ ચુરાચાંદપુર જઈને સંદેશ આપવા માંગે છે. પીએમ મોદી અહિયાં હિંસા અસરગ્રસ્તો સાથે મુલાકાત કરશે. તેમજ 7300 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનો શિલાન્યાસ પણ કરશે.
ઇમ્ફાલમાં 1200 કરોડ રૂપિયાની વિકાસ યોજનાની શરુઆત
પીએમ મોદી ચુરાચાંદપુર બાદ રાજધાની ઇમ્ફાલ જશે. ઇમ્ફાલ મેતેઈ સમુદાયનો વિસ્તાર છે. તેવો ઇમ્ફાલમાં 1200 કરોડ રૂપિયાની વિકાસ યોજનાની શરુઆત કરાવશે.
મણિપુરમાં ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન
ઉલ્લેખનીય છે કે, મણિપુરના સીએમ એન બિરેન સિંહના રાજીનામા બાદ ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. તેમજ હાલ સ્થિતી સામાન્ય બની રહી છે.
આ ઉપરાંત વિપક્ષ છેલ્લા બે વર્ષથી પીએમ મોદી પર હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત ન લેવા બદલ અનેક આક્ષેપો કરતું રહ્યું છે. તેવા સમયે પીએમ મોદીની મણિપુર મુલાકાત રાજકીય અને સામાજિક રીતે મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો…પીએમ મોદી મિઝોરમમાં કુતુબ મિનારથી પણ ઉંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે…