નેશનલ

PM Modi એ યુરોપિયન યુનિયનના અધ્યક્ષ સાથે સુરક્ષા ભાગીદારી સહિત અનેક મુદ્દાઓ પર કરી મંત્રણા

નવી દિલ્હી : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠકમાં અનેક મુદ્દાઓ પર મંત્રતા કરી હતી. હાલમાં ઉર્સુલા વોન ડેર લેયેન EU કોલેજ ઓફ કમિશનર્સ જૂથના 27 સભ્ય દેશોના વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે ભારતની મુલાકાતે આવ્યા છે.

મુક્ત વેપાર કરાર આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે

પીએમ મોદીએ શુક્રવારે ઉર્સુલા વોન ડેર લેયેને સંરક્ષણ, સુરક્ષા અને મહત્વપૂર્ણ ટેકનોલોજીના ક્ષેત્રોમાં ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીનો વિસ્તાર કરવાનું વચન આપ્યું. આ સાથે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે મુક્ત વેપાર કરાર આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. પીએમ મોદીએ ભારત અને EU વચ્ચેની ભાગીદારીને સ્વાભાવિક અને જૈવિક ગણાવી છે.

આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…

શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિના મહત્વ પર સંમત

ભારત અને યુરોપ વચ્ચે કનેક્ટિવિટીના મુદ્દા પર, પીએમ મોદીએ કહ્યું કે ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર (IMEEC)ને આગળ વધારવા માટે નક્કર પગલાં લેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું મને વિશ્વાસ છે કે IMEEC કોરિડોર વૈશ્વિક વાણિજ્ય, ટકાઉ વિકાસ અને સમૃદ્ધિને આગળ વધારવા માટે એક એન્જિન સાબિત થશે. ભારત અને યુરોપિયન યુનિયન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિના મહત્વ પર સંમત છે.

ભારત સાથે ભવિષ્યમાં સુરક્ષા ભાગીદારીની શક્યતાઓ શોધી રહ્યું છે

આપણ વાંચો: નવા મુખ્ય ચૂંટણી કમિશનર સંદર્ભે PM ઓફિસમાં બેઠક; નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી રહ્યા હાજર

યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેયેને પ્રધાનમંત્રી મોદી સાથેની વાતચીત બાદ કહ્યું કે અમે ભારત સાથે EUના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગીએ છીએ. EU પ્રમુખે એક થિંક ટેન્કને સંબોધતા કહ્યું કે યુરોપિયન યુનિયન જાપાન અને દક્ષિણ કોરિયા સાથે થયેલા કરારોની જેમ ભારત સાથે ભવિષ્યમાં સુરક્ષા ભાગીદારીની શક્યતાઓ શોધી રહ્યું છે. તેમણે કહ્યું કે દુનિયા અનેક જોખમોથી ભરેલી છે.

સુરક્ષા ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા એકબીજાને મદદ કરવા ભાર

વોન ડેર લેયેને જણાવ્યું હતું કે ભારત તેના લશ્કરી પુરવઠામાં વૈવિધ્યીકરણ કરવા અને નવી ક્ષમતાઓ મેળવવા માટે સખત મહેનત કરી રહ્યું છે. મારું માનવું છે કે આપણે સુરક્ષા ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં એકબીજાને મદદ કરી શકીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button