નેશનલ

સવાર સવારમાં કાઝીરંગામાં ફરવા નીકળ્યા પીએમ મોદી

ગુવાહાટી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના આસામ અને અરુણાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી આજે સવારે લગભગ પાંચ વાગે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. અહી એમણે હાથીની સવારી પણ કરી હતી અને જીપ સફારીનો પણ આનંદ માણ્યો હતો. નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે જેઓ કાઝીરંગામાં રાત્રિ મુકામ બાદ જંગલ સફારીએ ગયા છે.

પીએમ મોદી શુક્રવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા જ્યાં મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. રાત્રિ રોકાણ બાદ પીએમ મોદીએ સવારે જંગલ સફારી કરી હતી. પીએમ મોદીની મુલાકાતને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પીએમ મોદી આશરે બે કલાક કાઝીરંગા નેશનલ પાર્કમાં રહ્યા હતા.
પીએમ મોદીની સાથે પાર્ક નિદેશક સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

વડા પ્રધાન આસામના અહોમ સામ્રાજ્યના શાહી સેનાના પ્રખ્યાત સેનાપતિ લચિત બોરફૂકનની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ વીર’નું અનાવરણ કરશે, જેમણે મુગલોને હરાવ્યા હતા. આ પ્રોજેક્ટમાં લચિત અને તાઈ-અહોમ મ્યુઝિયમનું નિર્માણ અને 500ની બેઠક ક્ષમતાવાળા ઓડિટોરિયમનો પણ સમાવેશ થાય છે. આ પહેલનો હેતુ લચિત બોરફૂકનની બહાદુરીને યાદ કરવાનો અને તેના વારસા વિશે જાગૃતિ લાવવાનો છે. આનાથી આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકો ઊભી થશે તેવી અપેક્ષા છે.

વડા પ્રધાન પછી જોરહાટ જિલ્લાના મેલેંગ મેટેલી પોથરની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ રૂ. 18,000 કરોડના કેન્દ્ર અને રાજ્ય બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આરોગ્ય, તેલ અને ગેસ, રેલ અને આવાસ ક્ષેત્રને મજબૂત બનાવતી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પૂર્વોત્તર ક્ષેત્ર માટે વડાપ્રધાન વિકાસ પહેલ (PM-ડિવાઇન) યોજના હેઠળ શિવસાગર ગુવાહાટીમાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં હેમેટો-લિમ્ફોઇડ સેન્ટર સહિતના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ડિગબોઇ રિફાઇનરીની કે જેની ક્ષમતા 0.65 થી 1 MMTPA (મિલિયન મેટ્રિકટન પ્રતિ વર્ષ) છે તે આને તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટસનો શિલાન્યાસ પણ કરશે અને ગુવાહાટી રિફાઇનરી એક્સ્ટેંશન અને બેટકુચી (ગુવાહાટી) ટર્મિનલ ખાતે સુવિધાઓમાં વધારાની ભેટ પણ આપશે. પીએમનો જોરહાટમાં જાહેર સભાને સંબોધિત કરવાનો એક કાર્યક્રમ પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button