પીએમ મોદીએ જ્યોર્જિયા મેલોની સાથે કરી વાત! આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | મુંબઈ સમાચાર
નેશનલ

પીએમ મોદીએ જ્યોર્જિયા મેલોની સાથે કરી વાત! આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર યુક્રેન યુદ્ધ મામલે શાંતિનો પ્રયાસ કર્યો છે. ભારતે વારંવાર કહ્યું છે કે, શાંતિ જ એક માત્ર રસ્તો છે. આવી સ્થિતિમાં ભારતના વડાપ્રધાન મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોનિક વાત કરી છે. યુક્રેન યુદ્ધને શાંત કરવા માટે બંને વડાપ્રધાન વચ્ચે વાતચીત થઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ યુક્રેન રશિયા યુદ્ધ પર સમાધાન શોધવા પર બંને નેતાઓએ સહમતિ પણ આપી હોવાનું જણાયું છે. શું ભારત અને ઇટાલીની પહેલ બાદ આ યુદ્ધ શાંત થશે?

પીએમ મોદી અને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે થઈ ચર્ચા

મહત્વની વાત એ છે કે, યુક્રેન યુદ્ધને શાંત કરવા માટે ભારત મહત્વની ભૂમિકા ભજવે તેવું વિશ્વના ઘણાં દેશો માને છે. પીએમ મોદી અને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સાથે સાથે રોકાણ, રક્ષા, સુરક્ષા, શિક્ષણ, અવકાશ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પણ વિગતે ચર્ચા થઈ હતી. આ સાથે ઇટાલીના પીએમ મેલોનીએ 2026 માં યોજાનારી ભારત-EU મુક્ત વેપાર કરાર અને AI ઇમ્પેક્ટ સમિટને સમર્થન આપ્યું છે. આ સાથે અન્ય વેપારી ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં માટે પણ વાચ થઈ છે.

વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આ વાતચીત અંગે જાણકારી આપી છે. એક્સ પર પોસ્ટ કરતાં પીએમ મોદીએ લખ્યું કે, વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મહત્વની વાતચીત થઈ. અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને યુક્રેનમાં સંઘર્ષનો વહેલાસર અંત લાવવામાં અમારા સહિયારા હિતને વધુ મજબૂત બનાવવા માટે અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

યુક્રેન યુદ્ધ મામલે સમાધાનની દિશામાં બંને કેવા પ્રયત્નો કરશે?

પીએમ મોદી અને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે ખાસ કરીને યુક્રેન યુદ્ધને લઈને જે સંકટ તોળાઈ રહ્યું છે, તેના પણ વિગતે ચર્ચા થઈ હતી. આ મુદ્દે બંને દેશો સમાધાન શોધવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. આ સાથે ભારતે સમાધાનની દિશામાં પોતાનું સમર્થન પણ આપ્યું છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે, શું ભારત અને ઇટાલી આ રશિયા-યુક્રેન યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવશે?

આ પણ વાંચો…પંજાબમાં કુદરતી આફતે વિનાશ વેર્યો, પીએમ મોદીના રાહત પેકેજ પર AAP સરકારના કટાક્ષ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button