ટોપ ન્યૂઝનેશનલમહારાષ્ટ્ર

પાટનગરમાં PM Modi અને Sharad Pawar મંચ પર એકસાથે જોવા મળ્યા, રાજકારણ ગરમાયું

સાહિત્ય સંમેલનમાં 'સંસ્કૃતિ'નું દર્શન થયું, તસવીરો વાઈરલ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મળેલા વિજય પછી તમામ રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે ત્યારે તાજેતરમાં પાટનગરમાં આયોજિત એક સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને શરદ પવાર (Sharad Pawar) એક મંચ પર જોવા મળ્યા હતા. એટલું જ નહીં, મંચ પર પીએમ મોદીએ આપેલા સત્કારને લઈને રાજકારણ પણ ગરમાયું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી લોકોએ અલગ અલગ પ્રકારના તર્ક-વિતર્ક કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ધાટન કર્યું હતું. અહીંના કાર્યક્રમ વખતે પીએમ મોદીએ કહ્યું કે મરાઠી ભાષા અમૃત કરતા વધુ મીઠી છે અને તેઓ હંમેશાં આ ભાષા બોલવાનો પ્રયાસ કરવાની સાથે નવા શબ્દો શિખવાની પણ નિરંતર કોશિશ કરી છે.

આ પણ વાંચો: અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે…

સન્માન સાથે સત્કાર પણ આપ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અહીંના સંમેલનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના પ્રમુખ શરદ પવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શરદ પવાર પહોંચ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સન્માન સાથે સત્કાર આપ્યો હતો, ત્યાર બાદ સૌએ તાળીઓથી વધાવી લીધા હતા. એક જ મંચ પર બંને મહાનુભાવો સાથે જોવા મળ્યા પછી લોકોએ સાહિત્ય સંમેલનમાં સંસ્કૃતિના દર્શન થયા છે.

પવાર માટે ગ્લાસમાં પાણી પણ ભર્યું

અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર બેઠા હતા ત્યારે શરદ પવાર પહોંચ્યા હતા. મંચ પરથી ઊભા થઈ પીએમ મોદી પોતાની ખુરશીમાંથી ઊભા થઈને શરદ પવારની ખુરશી પકડી હતી, જ્યારે શરદ પવાર પોતાની ખુરશીમાં બેઠા પછી મોદી પોતાની ચેરમાં બેઠા હતા, ત્યાર પછી પીએમ મોદીએ શરદ પવાર માટે ગ્લાસમાં પાણી પણ ભર્યું હતું.

‘છાવા’ ફિલ્મ અંગે પણ મોદીએ કરી વાત

મરાઠી સાહિત્ય સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારું મુંબઈ મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર દેશની આર્થિક રાજધાની તરીકે ઊભરી છે. આ જ મહારાષ્ટ્ર અને મુંબઈએ જ મરાઠી ફિલ્મોની સાથે સાથે હિન્દી સિનેમાને નવી સિદ્ધિઓ આપી છે અને અત્યારે તો ‘છાવા’ ફિલ્મે પણ ધૂમ મચાવી છે.

મરાઠી મહાપુરુષે આરએસએસના બીજા રોપ્યા

પીએમ મોદીએ કહ્યું હતું કે આજે એ વાતનું ગૌરવની વાત છે કે મહારાષ્ટ્રના મરાઠી ભાષી મહાપુરુષે આજથી 100 વર્ષ પહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક (આરએસએસ)ના બીજ રોપ્યા અને આજે એને શતાબ્દી વર્ષ તરીકે સેલિબ્રેશન કરીએ છીએ. ભારતની મહાન પરંપરા અને સંસ્કૃતિ નવી પેઢી સુધી પહોંચાડવાનો એક યજ્ઞ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ છેલ્લા 100 વર્ષથી ચલાવી રહ્યો છે. મારા જેવા લાખો લોકોને જીવન જીવવાની પ્રેરણા આપી હતી અને સંઘના કારણે જ મને મરાઠી ભાષા અને મરાઠી પરંપરા સાથે જોડાઈ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કેજરીવાલને લીધા આડેહાથ; “નરેન્દ્ર મોદીથી ધ્રુજી ઉઠે છે કેજરીવાલ:’ AAPનો વળતો પ્રહાર

અહીં એ જણાવવાનું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વખતે રાજકીય પક્ષો આમનેસામને આવીને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યા હતા, જેમાં પીએમ મોદીએ પણ એનસીપીના વડા શરદ પવાર પર આરોપો લગાવ્યા હતા. બીજી બાજુ મહારાષ્ટ્રમાં મહાયુતિમાં ખેંચાખેંચી વચ્ચે એક મંચ પર શરદ પવાર અને પીએમ મોદી એકસાથે જોવા મળતા લોકોએ નવી અટકળો વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button