શરદ પવારે વડા પ્રધાન મોદીને દાડમ આપી શું સંદેશ આપ્યો?
નવી દિલ્હી: રાજકારણના તખ્તા પર એક બીજા સામે નિવેદનો કરતા ઘણા રાજકારણીઓ અંગત જીવનમાં એક બીજા સાથે સદભાવ ધરવતા હોય છે, એવું જ ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું. હાલમાં જ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસબા ચૂંટણી દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP SP) ના પ્રમુખ શરદ પવાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા જોવા મળ્યા હતાં. બુધવારે સંસદમાં બંને નેતાઓ એક સાથે જોવા (Pawar-Modi meeting) મળ્યા હતાં.
ખેડૂતો સાથે પહોંચ્યા સંસદ:
શરદ પવાર પશ્ચિમ મહારાષ્ટ્રના ફલટનના બે ખેડૂતો સાથે વડા પ્રધાનને મળ્યા મળ્યા હતાં. ખેડૂતોએ તેમના ખેતરમાં ઉગેલા દાડમનું બોક્સ વડા પ્રધાનને ભેટ આપ્યું હતું.
કેટલાક રાજકીય વિશેષજ્ઞોની માનવું છે કે ખેડૂતોને સાથે રાખીને શરદ પવારની વડા પ્રધાન મોદી સાથેની બેઠક ખેડૂતોના મુદ્દાઓ પર ધ્યાન દોરવાનો એક પ્રયાસ હતો.
Also Read – આંબેડકર પર ટીપ્પણી બાબતે કોંગ્રેસ આક્રમક, અમિત શાહ સામે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
વડા પ્રધાન મોદીને આમંત્રણ:
શરદ પવારે તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફેબ્રુઆરીમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત 98માં મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું હતું. જોકે , ગઈ કાલે શરદ પવારે સ્પષ્ટતા કરી હતી કે આ મીટિંગ દરમિયાન તેમણે સાહિત્ય સંમેલનનો વિષે કોઈ વાત કરી ન હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MVAનું પ્રદર્શન ખુબ નબળું રહ્યું હતું. કોંગ્રેસ-NCP(SP)-શિવસેના (UBT)નું ગઠબંધન 288 સભ્યોના ગૃહમાં માત્ર 46 બેઠકો જીતી શક્યું હતું. જયારે ભાજપ-શિવસેના-એનસીપીના ગઠબંધન મહાયુતિએ 235 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી.