નેશનલ

દેશના દરેક ગામમાં મોબાઈલ ટાવર ઊભા કરોઃ પીએમ મોદીએ આપી આ ડેડલાઈન

નવી દિલ્હીઃ દેશના દરેક ગામોમાં મોબાઈલ ટાવર ઊભા કરવાનો પીએમ મોદીએ નિર્ધાર કર્યો છે અને એના માટે વડા પ્રધાને ખાસ પ્લાન ઘડી નાખ્યો છે. પીએમ મોદીએ સંબંધિત ટેલિકોમ વિભાગોને દેશના અંતિરયાળ વિસ્તારો અને દરેક ગામમાં મોબાઈલ ટાવર ઊભા કરવા માટે યોગ્ય પગલા ભરવાનો આદેશ આપ્યો છે, જેથી આગામી માર્ચ, 2024 સુધીમાં દેશમાં નેટવર્ક સંબંધિત સમસ્યાનો ઉકેલ આવશે.

ગામડાઓમાં મોબાઈલ ફોનનું નેટવર્ક કવરેજ પ્રાપ્ત કરવા માટે યોગ્ય પગલા ભરવાનો અનુરોધ કર્યો છે તેમ જ માર્ચ, 2024 સુધીમાં ભારતના તમામ ગામમાં મોબાઈલના ટાવર રાખવામાં આવે. દેશના ગામડાઓમાં મોબાઈલની ક્નેક્ટિવિટી મુદ્દે સમસ્યા ઊભી થઈ રહી હોવાથી તેને દૂર કરવા માટે ડેડલાઈન આપી છે.


હાલમાં અંતરિયાળ ગામડાઓમાં મોબાઈલનું નેટવર્ક પૂરું પાડવા માટે સ્થાનિક લોકોને થોડી ઘણી સમસ્યા ઊભી થાય છે, પરંતુ મોબાઈલનું નેટવર્ક પૂરું પાડવાનું જરુરી છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસઓએફ (Universal Service Obligation Fund- USOF) યોજના અન્વયે મોબાઈલ ટાવર અને ફોરજી કવરેજની સમીક્ષા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષના અંત સુધીમાં કામ પૂરું કરવું જોઈએ.


પીએમ મોદીએ ગુજરાતમાં 66 ટાવરને નડી રહેલી મુશ્કેલી વચ્ચે ચિંતા વ્યક્ત કરી હતી. યુએસઓએફ અન્વયે મોબાઈલની કનેક્ટિવિટી સર્વોત્તમ બનાવવા માટે 24,149 મોબાઈલ ટાવરવાળા 33,573 ગામને કવર કરવા જોઈએ.

પીએમ મોદીએ અધિકારીઓને તમામ હિતધારકોની સાથે નિયમિત બેઠક કરીને પણ ચાલુ વર્ષે તમામ વંચિત ગામમાં મોબાઈલ ટાવર ઊભા કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રસ્તાવિત યોજનાનો કુલ ખર્ચ લગભગ 31,000 કરોડ રુપિયા છે, જેમાં સાત રાજ્યમાં બિહાર, ઝારખંડ, હરિયાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button