PM Modiએ અયોધ્યામાં કોને ગીફ્ટ સાથે પત્ર લખીને મોકલ્યો?
નવી દિલ્હી: સામાન્ય લોકોની વચ્ચે જવું, એમની સાથે વાત કરવી, એમના પ્રશ્નો સમજવા એ વડા પ્રધાન મોદીનો ગમતો વિષય છે. આપડે અવાર નવાર વડા પ્રધાન મોદીને લોકોની વચ્ચે જઇને ચર્ચા કરતાં જોયા છે. ત્યારે હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના એક ગરીબ પરિવારને પત્ર લખ્યો અને સાથે એક ભેટ પણ મોકલી છે.
30મી ડિસેમ્બરના રોજ અયોધ્યાના પ્રવાસ દરમીયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉજ્જવલા યોજનાની 10 કરોડમી લાભાર્થી મીરા માંઝીના ઘરે અચાનક પહોંચી ગયા હતાં. અને ત્યાં તેમણે મીરા માંઝી અને સૂરજ માંઝી સાથે ચા પીધી હતી. ત્યારે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દંપત્તીને એક પત્ર લખ્યો છે અને સાથે એક ભેટ પણ મોકલી છે. જેમાં ટી સેટ અને ડ્રોઇંગ બૂક તથા કલર્સ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીરા માંઝીને પત્ર લખીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. અને ચા માટે ધ્યન્યવાદ પણ કહ્યું. સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમારું ઉજ્જવલા યોજાનના 10 કરોડમાં લાભાર્થી બનવું એ માત્ર એક આંકડો નથી. પણ હું એને કરોડો દેશવાસીઓના મોટા-મોટા સપના અને સંકલ્પોને પૂર્ણ કરનારી એક કડી તરીકે જોઉ છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું કે, તમને તથા તમારા પરિવારને નવા વર્ષ 2024ની હાર્દિક શુભેચ્છા. અયોધ્યા આવ્યા બાદ મેં ઘણાં ટીવી ચેલનો પર તમારા ઇન્ટર્વ્યુ જોયા. તેમાં તમારા પરિવારનો આત્મ વિશ્વાસ જોઇને મને આનંદ થયો.
આ પત્ર સાથે એક ભેટ પણ મોકલવામાં આવી હતી. વડા પ્રધાન મોદીને વધુમાં લખ્યું કે, તમારા જેવા મારા કરોડો પરિવારજનોના ચહેરા પરનું સ્મીત જ મારી સંપત્તી છે. સૌથી મોટો સંતોષ છે. જે મને દેશ માટે તન-મનથી કામ કરવાની નવી ઉર્જા આપે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે અમૃત કાલમાં તમારા જેવા મહત્વકાંક્ષાઓથી ભરપૂર એવા કરોડો લોકોનો ઉત્સાહ એક ભવ્ય અને વિકસીત ભારતના નિર્માણના અમારા ધ્યેય ને સિદ્ધ કરવામાં મહત્વની ભૂમીકા ભજવશે બાળકોને પ્રેમ અને પરિવારના સારા આરોગ્ય અને ઉજ્જવલ ભવિષ્યની કામના.