પહેલીવાર PM મોદી મેલોની વિશે શું બોલ્યા?
નવી દિલ્હી: ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) વચ્ચેની મિત્રતા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ આ વિષયને લઈને મીમ્સનો ઢગલો થતો રહે છે. જ્યોર્જિયા મેલોની સાથેની પીએમ મોદીની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર અઢળક મીમ્સ વાયરલ થયા હતા. તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં પીએમ મોદીએ ‘મેલોડી મીમ્સ’ પર પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો : PM Narendra Modi-Italy’s Prime Minister Giorgia Meloniનો એ વીડિયો જોવાયો આટલા કરોડ વખત….
‘મેલોડી મીમ્સ’ પર બોલ્યા PM મોદી
તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં પીએમ મોદીએ પોતાના અને ઇટાલીના વડા પ્રધાન મેલોનીના મીમ્સ વિશે પણ વાત કરી. G7 સમિટમાં બંને નેતાઓ હસતાં હસતાં મળતા હોવાના વીડિયો વાયરલ થયા બાદ આ મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જ્યારે પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે શું તેમણે આ મીમ્સ જોયા છે, ત્યારે તેમણે હસીને કહ્યું કે આવું બનતું રહે છે. તેમણે કહ્યું કે તેઓ ઓનલાઈન ચર્ચાઓ કે મીમ્સ પર સમય બગાડતા નથી.
જીવનયાત્રા વિશે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જીવનયાત્રા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે તેમનું જીવન રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત પર આધારિત છે. તેમણે કહ્યું કે તેમની યુવાનીનાં અનુભવોએ તેમની કારકિર્દીને આકાર આપ્યો. તેમની કામ કરવાની રીત હંમેશા લોકોના સપના પૂરા કરવા પર કેન્દ્રિત રહી છે. તેઓ હંમેશા લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખે છે.
આ પણ વાંચો : Giorgia Meloniના ટ્વિટના જવાબમાં Narendra Modiએ લખ્યું કે..
હિન્દી કઈ રીતે શીખ્યું?
પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શરૂઆતના દિવસોના કેટલાક કિસ્સાઓને શેર કર્યા હતા. જેમ કે રેલ્વે સ્ટેશન પર ચા વેચતી વખતે હિન્દી શીખ્યું. તેમણે કહ્યું કે તે રેલ્વે સ્ટેશન પર ચા વેચતી વખતે હિન્દી શીખ્યો હતો. તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે, તમે ગુજરાતી છો, તમને હિન્દી કેવી રીતે આવડે છે? હું તેમને કહું છું કે સ્ટેશન પર વિક્રેતાઓ સાથે વાત કરતી વખતે મેં તે શીખ્યું.