પીએમ મોદીએ કહ્યું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી | મુંબઈ સમાચાર
નેશનલ

પીએમ મોદીએ કહ્યું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી

ધાર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 75માં જન્મ દિવસે મધ્ય પ્રદેશના ધાર પહોંચ્યા હતા. તેમણે ધારમાં જનસભાને સંબોધિત કરતી વખતે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંબોધનમાં જૈશના આતંકીઓનો ઉલ્લેખ કર્યો હતો. જેનો વિડીયો 16 સપ્ટેમ્બરના રોજ વાઈરલ થયો હતો. જેમાં જૈશનો આતંકી રડીને ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા નુકસાનની વાત કરી રહ્યો હતો.

ભારતે આતંકી મસૂદ અઝહરના પરિવારના ટુકડા કરી નાખ્યા

પીએમ મોદીએ કહ્યું જે ગઈકાલે જૈશનો આતંકી રડીને હાલ બતાવી રહ્યો હતો. જેમાં આતંકી સંગઠન જૈશ- એ મ મોહમ્મદનો કમાંડર મસૂદ ઇલિયાસ કાશ્મીરી કહે છે ભારતે આતંકી મસૂદ અઝહરના પરિવારના ટુકડા કરી નાખ્યા હતા.

આ પણ વાંચો: PM Narendra Modi 75th Birthday: પીએમ મોદીજીના વિશે કેટલું જાણો છો? અહીં જાણી લો એક ક્લિક પર…

આતંકીએ અમારી બહેનોનું સિંદૂર ઉજાડયુ

પીએમ મોદીએ કહ્યું જણાવ્યું કે, પાકિસ્તાનથી આવેલા આતંકીએ અમારી બહેનોનું સિંદૂર ઉજાડયુ છે. અમે ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકી કેમ્પોને નાબુદ કર્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. આ નવું ભારત છે ઘરમાં ઘુસીને મારશે. આજનું ભારત કોઈ પરમાણું ધમકીથી નથી ડરતું. મા ભારતીની સુરક્ષા અમારી સર્વોચ્ય પ્રાથમિકતા છે.

ધારમાં ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ

પીએમ મોદીએ જણાવ્યું કે આજે ભગવાન વિશ્વકર્માની જયંતી પણ છે. હું ભગવાન વિશ્વકર્માને નમન કરું છું. તેમજ પોતાના કૌશલથી રાષ્ટ્રનિર્માણમાં કાર્યરત કરોડો ભાઈઓ અને બહેનોને આદર પૂર્વક પ્રણામ કરું છું. આજે દેશના સૌથી મોટા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ ધારમાં કરવામાં આવ્યો હતો. આ પાર્ક ભારતના કાપડ ઉદ્યોગમાં નવી ઉર્જાનો સંચાર કરશે અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ પ્રદાન કરશે. આ ટેક્સટાઇલ પાર્ક આપણા યુવાનોની મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button