PM Modi Russia Visit: મોસ્કો પહોંચતા પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી કરાયું સ્વાગત
મોસ્કોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયાના પાટનગર મોસ્કોના પ્રવાસે પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણને લઈને બે દિવસના પ્રવાસે સાંજના પાંચ વાગ્યે પહોંચ્યા છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિની સાથે 22મી રશિયા-ભારત વચ્ચેની વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેશે.
એરપોર્ટ પર પહોંચ્યા પછી પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એ વખતે રશિયાના અનેક નેતા અને સિનિયર આર્મીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ બંને દેશના નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીત કરવાની અપેક્ષા છે. મોસ્કો એરપોર્ટ પર પીએમ મોદીનું રશિયાના ડેપ્યૂટી પ્રાઈમ મિનિસ્ટર ડેનિસ મંટુરોવે સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કો પહોંચ્યા ત્યારે એરપોર્ટથી લઈને હોટેલ સુધી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : NEET paper leak: ‘પેપર લીક થયું છે…’ સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું, જાણો CJIએ શું કહ્યું
એરપોર્ટ પર ભારતીય સમુદાય તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાળકોએ હાથમાં તિરંગો પકડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું તેમ જ એરપોર્ટ પર ઉપસ્થિત લોકો સાથે હસ્તધનૂન કર્યા બાદ ત્યાં હાજર લોકોને સંબોધ્યા હતા.
દરમિયાન પીએમ મોદીએ રશિયા પહોંચ્યા પછી મોસ્કો પહોંચ્યા હોવાની સોશિયલ મીડિયા પરના એક્સ હેન્ડલ પરથી માહિતી આપી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે બંને દેશોની વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત પાર્ટનરશિપ કરી અને બંને દેશનાં સંબંધો વધુ ગાઢ બને એના માટે ઉત્સુક છું. બંને દેશ વચ્ચેના મજબૂત સંબંધોથી લોકોને વિશેષ ફાયદો થશે.
રશિયા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયન આર્ટિસ્ટે પીએમ મોદીનું સ્વાગત હિન્દી ગીતમાં ડાન્સ કરીને કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે મોસ્કો પહોંચ્યા છે. મોસ્કોની હોટેલની બહાર એક કટઆઉટ મૂક્યું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવતા બતાવ્યા હતા.
પીએમ મોદીને મોસ્કો એરપોર્ટ પર ઉતર્યા પછી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ રિસેપ્શનનો પ્રોગ્રામ છે. ફેબ્રુઆરી, 2022માં યુક્રેન સાથે યુદ્ધ કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલી વખત મુલાકાત છે. જોકે, પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની આ પહેલી વિઝિટ છે.