નેશનલ

PM Modi’s Russia Visit: મોદી-પુતિન બેઠક અંગે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી, કહ્યું ‘આ બાબતનું ધ્યાન રાખજો…’

વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા વચ્ચે ઘર્ષણનો (USA-Russia) લાંબો ઈતિહાસ રહ્યો છે, મોટાભાગના વિશ્વિક મુદ્દે બંને દેશોના દ્રષ્ટિકોણ એક બીજાના વિરોધમાં રહ્યા છે. હાલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે(PM Modi’s Russia Visit) છે અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (Putin) સાથે વિવિધ મુદ્દે સહયોગ અંગે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે અમેરિકાએ આ બેઠક અંગે ચિંતા વ્યક્ત કરી છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે પરમાણુ હથિયાર ધરવતા બે દેશોના નેતાની મુલાકાત પર અમેરિકા સતત નજર રાખી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે સોમવારે ભારતના રશિયા સાથેના સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

અમેરિકાના સ્ટેટ ડીપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે(Matthew Miller) એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “હું વડા પ્રધાન મોદીની જાહેર ટિપ્પણીઓ પર ધ્યાન આપીશ કે તેઓ શું વાત કરે છે, પરંતુ મેં કહ્યું તેમ, અમે ભારતને રશિયા સાથેના તેમના સંબંધો અંગેની અમારી ચિંતાઓ સીધી રીતે સ્પષ્ટ કરી દીધી છે.”

મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે યુ.એસ.ને આશા છે કે ભારત અથવા અન્ય કોઈ દેશ જ્યારે રશિયા સાથે જોડાણ કરશે ત્યારે સાથે એ ધ્યાન રાખશે કે મોસ્કોએ યુએન ચાર્ટર અને યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.

ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી યુએસના ભારતને રશિયાથી દૂર રહેવા દબાણ કરી રહ્યું છે. ભારતે રશિયા સાથેના તેના લાંબા ગાળાના સંબંધો અને તેની આર્થિક જરૂરિયાતોને ટાંકીને દબાણનો વિરોધ કર્યો છે, જો કે, ભારતે યુક્રેન સાથેના યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ માટે પણ અવાજ ઉઠાવ્યો છે.

વડા પ્રધાન મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ યોજવા માટે પુતિનના આમંત્રણ પર સોમવારે રશિયા પહોંચ્યા હતા. ફેબ્રુઆરી 2022 માં મોસ્કોએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યાર બાદ પીએમ મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત છે.

બંને નેતાઓની મુલાકાત બાદ પુતિને મોદીએ ભારતની પ્રગતિ માટે જે કામ કર્યું છે તેના વખાણ કર્યા હતા.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News