ટોપ ન્યૂઝનેશનલ

‘શાંતિથી બેસી રહેવું એ અમારા સંસ્કારમાં નથી…’ વડા પ્રધાન મોદીએ દેશવાસીઓનો જુસ્સો વધાર્યો

નવી દિલ્હી: દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ દેશના ગૌરવશાળી ઈતિહાસને યાદ કર્યો હતો, સાથે સાથે તેમણે વિકાષિત ભારતને રોડ મેપ વિષે વાત કરી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવો છે, આવી સ્થિતિમાં તેની વાસ્તવિક રૂપરેખા આજથી જ તૈયાર કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે હું લાલ કિલ્લાની પ્રાચીર પરથી તમારા બધાનો આભાર માનું છું. હું તમને ખાતરી આપું છું કે અમે નવા ઉત્સાહ સાથે આગળ વધવાના છીએ, શાંતિથી બેસી રહેવું એ અમારા સંસ્કારમાં નથી, વિકાસને સાકાર કરીએ, આ અમારો સ્વભાવ છે. મારા દેશવાસીઓ, આજે નવી શિક્ષણ નીતિ ઘણા રાજ્યો દ્વારા વધુ સારી રીતે લાગુ કરવામાં આવી છે. શિક્ષણ નીતિ 21મી સદીને અનુરૂપ છે, વિકસિત ભારત માટે જે જરૂરી છે તે પૂર્ણ થશે.

તેમણે કહ્યું કે હું નથી ઈચ્છતો કે દેશના યુવાનોને વિદેશમાં ભણવા માટે મજબૂર કરવામાં આવે. લાખો રૂપિયા ખર્ચીને બહાર ન જવું જોઈએ. ભાષાને કારણે દેશની પ્રતિભાને અટકાવી ન જોઈએ. ભાષામાં કોઈ અડચણ ન હોવી જોઈએ માતૃભાષાના આધારે પણ દેશના યુવાનો પોતાના સપના પૂરા કરી શકે છે.

| Also Read: ‘મજબુરી નહીં, પણ મજબૂતી માટે રીફોર્મ કરીએ છીએ’ વડા પ્રધાન મોદીનું લાલ કિલ્લા પરથી દેશને સંબોધન

વડા પ્રધાન મોદીએ કહ્યું કે મધ્યમવર્ગીય પરિવારની અપેક્ષાઓ પૂરી કરવી દેશની જવાબદારી છે કે 2047 સુધીમાં સામાન્ય લોકોના જીવનમાં સરકારની દખલગીરી ઓછી થઈ જશે, અમે નાની-નાની જરૂરિયાતો પર પણ ધ્યાન આપીએ છીએ. ગરીબો માટેનો ચૂલો હોય કે મફત સારવાર, લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચ્યો છે. જરૂરી વસ્તુઓ કોઈપણ જાતિના લોકો સુધી પહોંચી છે.

તેમણે કહ્યું કે અમે દેશવાસીઓ માટે ઘણા કાયદાઓ નાબૂદ કર્યા છે. આજે અમે વાત કરી છે સ્વતંત્રતાના વારસા વિશે. અમે સદીઓથી ચાલતા ફોજદારી કાયદાઓને ભારતીય સંહિતા સાથે બદલી નાખ્યા છે. નાગરિકોને ન્યાય આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જીવનની સરળતા સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણી તમામ તાકાત સાથે આગળ વધવું જોઈએ, આપણા સપનાને સાકાર કરતા રહેવું જોઈએ. સિદ્ધિઓને નજીકથી જુઓ, આપણે તે દિશામાં આગળ વધવું પડશે. કેવું મોટું પરિવર્તન આવ્યું છે. આપણી 10 કરોડ બહેનો વુમન સેલ્ફ ગ્રુપ સાથે જોડાયેલી છે. મને ગર્વ છે કે સામાન્ય ઘરની 10 કરોડ મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button