રામ મંદિર બનાવવાનો નિર્ણય આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો: વડા પ્રધાન મોદી
બેલગાવી (કર્ણાટક): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર કર્ણાટકમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે ભગવાન રામનું મંદિર બનાવવાનો નિર્ણય દેશની આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો, પરંતુ ત્યારની કૉંગ્રેસ સરકારે એવું કર્યું નહોતું.
મોદીએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, કોંગ્રેસે રામ મંદિર માટેના આમંત્રણને ફગાવી દીધું હતું, પરંતુ જે અંસારી પરિવારે પેઢી દર પેઢી કોર્ટમાં આ માટે લડત ચલાવી હતી અને કહ્યું હતું કે અહીં બાબરી મસ્જિદ હતી રામ મંદિર નહીં, પરંતુ જે દિવસે કોર્ટનો નિર્ણય આવ્યો. તેમણે કહ્યું કે કોર્ટનો નિર્ણય અમારા માટે સર્વોપરી છે અને અંસારીએ મુસ્લિમ હોવા છતાં રામ મંદિરના અભિષેકમાં ભાગ લીધો, આનાથી ફરક પડે છે.
દેશને વિકાસ અને વારસો જોઈએ છે – પીએમ મોદી
વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે આ દેશ વિકાસ ઈચ્છે છે અને વિરાસત પણ. આપણા પૂર્વજો અયોધ્યામાં ભગવાન રામ માટે 500 વર્ષ સુધી લડ્યા, લાખો લોકો માર્યા ગયા. ભગવાન રામનું મંદિર બનાવવાનો નિર્ણય દેશની આઝાદીના બીજા દિવસે જ લેવો જોઈતો હતો, પરંતુ તેઓએ તેમ કર્યું નહોતું. આવું કામ કરવા માટે 56 (છપ્પન) ઈંચની છાતી જોઈએ. ત્યારે જ 500 વર્ષનું સપનું પૂરું થાય છે. 500 વર્ષની રાહનો અંત આવ્યો છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે આયુર્વેદ અંગે પ્રચાર કર્યો છે. અમે આયુષ મંત્રાલય બનાવ્યું છે. અમારી સરકારમાં માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું હતું. આ સાથે તેમણે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, શું કોંગ્રેસ ક્યારેય તમારી દીકરીઓને બચાવી શકે છે? શું કોલેજ કેમ્પસમાં આવું અધમ કૃત્ય થઈ શકે છે? પણ થયું છે કેમ કે તેઓ જાણે છે કે વોટબેંકના ભૂખ્યા લોકો તેમને બચાવી લેશે, તેથી જ તેઓ આવું પાપ કરવાની હિંમત કરે છે. 2014 પહેલા આપણા દેશના અખબારોમાં બોમ્બ વિસ્ફોટોના સમાચાર આવતા હતા. 2014 પછી દેશમાં બોમ્બ બ્લાસ્ટના સમાચાર ઓછા થઈ ગયા છે.
આ છે નવું ભારત – પીએમ મોદી
વડા પ્રધાને કહ્યું, તેઓ બેંગલુરુ પહોંચ્યા કે તરત જ એક કેફેમાં બ્લાસ્ટ થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ગેસ સિલિન્ડર ફાટ્યું છે. વાયનાડમાં પીએફઆઈનું સમર્થન વોટ માટે લેવામાં આવ્યું હતું. કોંગ્રેસે વોટ માટે પીએફઆઈ જેવી આતંકવાદી સંસ્થાઓનો સહારો લીધો છે. જ્યારે દિલ્હીમાં આતંકવાદી ઘટના બની ત્યારે કોંગ્રેસના નેતા આંસુ વહાવી રહ્યા હતા. એક સમય હતો જ્યારે પાડોશી દેશમાંથી દરરોજ આતંકવાદીઓની નિકાસ થતી હતી, પરંતુ હવે સર્જિકલ સ્ટ્રાઈક થાય છે. આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારશે.
પીએમ મોદીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા
પીએમએ કહ્યું કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય એ છે કે છત્રપતિ શિવાજી મહારાજની કથા જાણી ન શકાય. નવાબો, સુલતાનો અને બાદશાહોએ આપણા મંદિરો લૂંટ્યા, પણ આપણા રાજકુમારે તેમને ક્લીનચીટ આપી. લોકો પૂછે છે કે તમે તુષ્ટિકરણ માટે કેટલું ઝૂકી જશો. રાજકુમાર કહી રહ્યા છે કે જો તેઓ સત્તામાં આવશે તો તેઓ લોકોની સંપત્તિનો એક્સ-રે કરાવશે. તેઓ શોધી કાઢશે કે તમારી પાસે શું છે. જો તમારી પાસે વધારે હશે તો અમે અમારી વોટ બેંકને આપીશું એવા તેમના ઈરાદા છે.