નેશનલ

રાજ્યસભામાં પીએમ મોદીએ ગુજરાતને યાદ કરીને શું કહ્યું?

નવી દિલ્હીઃ વિપક્ષ દ્વારા ગઈ કાલે સદનમાં હોબાળો કરવામાં આવ્યો હતો, તેના કારણે સસંદની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી. આથી પીએમ મોદી સદનમાં પોતાનું ભાષણ આપી શક્યા ન હતાં. આ મામલે સત્તાપક્ષના સાંસદો વિપક્ષ પર મોટા આક્ષેપો લગાવ્યાં હતાં.

એટલું જ નહીં પરંતુ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ વિપક્ષ પર મોટા આરોપ લગાવ્યાં હતા. જો કે, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં સદની કાર્યવાહીમાં સામેલ થયાં છે. પીએમ મોદીએ સાંજે પાંચ વાગે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પર થયેલી ચર્ચા પર પોતાનું ભાષણ આપ્યું છે.

આપણ વાચો: તો સંસદમાં પીએમ મોદી પર હુમલો થયો હોતઃ સ્પીકરે કર્યો મોટો ખુલાસો

ભાષણમાં પીએમ મોદીએ ગુજરાતને ખાસ યાદ કર્યું

રાજ્યસભામાં પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતને ખાસ યાદ કર્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, કોવિડ પછી હવે વિશ્વની વ્યવસ્થા બદલાઈ રહી છે, વિશ્વ હવે ભારતની ઉમ્મીદ અને ભરોસાને જોઈ રહ્યું છે.

દુનિયાના તમામ દેશોની નજર અત્યારે માત્ર ભારત પર જ છે. ભારત ગ્લોબલ સાઉથનો મજબૂત અવાજ બની ગયો છે. એટલે કે પીએમ મોદીએ ભારતના તો ભરપૂર વખાણ કર્યાં છે પરંતુ સાથે સાથે ખાસ ગુજરાતના પણ વખાણ કર્યાં છે.

આપણ વાચો: 7-8 ફેબ્રુઆરીએ પીએમ મોદી જશે મલેશિયા: દ્વિપક્ષીય સંબંધો પર થશે મોટી ચર્ચા…

પહેલા માત્ર વોટબેંકની રાજનીતિ થતી હોવાનો આક્ષેપ

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા અમારી ઇચ્છાશક્તિનું પ્રદર્શન કર્યું, જેમાં જાપાન અમારું ભાગીદાર હતું. આજે ભારત પોતાની પ્રતિભા સ્થાપીત કરી રહ્યું છે.

કોંગ્રેસ પર વાક્ પ્રહાર કરતા કહ્યું કે, પહેલા માત્ર વોટબેંકની રાજનીતિ થતી હતી. કહ્યું કે, આ મારા પહેલાના વડા પ્રધાનોએ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણોનું વિશ્લેષણ કરી લેજો, તમને સમજાઈ જસે કે તેમની પાસે કોઈ વિઝન જ નહોતું.

પોતાના ભાષણમાં ભારતના ઉદ્યોગસાહસિકોના પણ વખાણ કર્યાં

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, તેમની ભૂલોને સુધારવામાં જ અમારી શક્તિ વેડફાઈ રહી છે. આજે ભારત વિશ્વ સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ભારતના ઉદ્યોગસાહસિકોના પણ વખાણ કર્યાં છે. કહ્યું કે, દુનિયા હવે ભારતના ઉદ્યોગસાહસિકો એક સમાન નજરે જોઈ રહ્યું છે. MSME નેટવર્ક જેટલું મજબૂત હશે, દુનિયાનો તેના પર વિશ્વાસ એટલો જ વધશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button