રાજ્યસભામાં પીએમ મોદીએ ‘ટ્રેડ ડીલ’ અંગે કરી મોટી વાત, દુનિયા ખુશ થઈ….

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવ પર ચર્ચાસત્રમાં જવાબ આપ્યો છે. આ પહેલા બુધવારે લોકસભામાં વિપક્ષો કરેલા હોબાળાના કારણે તેઓ ભાષણ આપી શક્યા નહોતા. લોકસભાએ આભાર પ્રસ્તાવ વગર જ જવાબ પસાર કર્યો હતાં. લોકસભાના સ્પીકરે વિપક્ષના વર્તનને ‘કલંક’ ગણાવ્યું હતું.
આજે રાજ્યસભામાં પીએમ મોદીએ પોતાનો જવાબ આપ્યો હતો. આ ભાષણ વખતે પીએમ મોદીએ ખાસ કરીને ટ્રેડ ડીલ અંગે વાત કરીને કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષની ઝાટકણી કાઢી હતી.
ભારત અનેક દેશો સાથે ફ્યુચર રેડ ટ્રેડ ડીલ કરી
ટ્રેડ ડીલ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત ઘણા દેશો સાથે ફ્યુચર રેડ ટ્રેડ ડીલ કરી રહ્યું છે. વિશ્વના 9 મોટા દેશ સાથે ભારતે ટ્રેડ ડીલ કરી છે, જેમાં મધર ઓફ ઓલ ડીલ પણ સામેલ છે જેમાં એક સાથે 27 દેશ સાથે ટ્રેડ ડીલ કરવામાં આવી છે. આ મામલે વિપક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે, જે લોકો થાકી ગયાં છે અને ચાલ્યા ગયાં છે તેમને એક દિવસ જવાબ આપવો પડશે કે, દુનિયાનો કોઈ દેશ આપણી સાથે કેમ વ્યવહાર કરતો નહોતો?
કોંગ્રેસના વડા પ્રધાન પાસે કોઈ વિઝન નહોતું
પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના દેશો ભારત સાથે એમ જ ડીલ નથી કરી રહ્યાં! જ્યારે એક વિકસિત દેશ વિકાસશીલ દેશ સાથે ટ્રેડ ડીલ કરે છે તે મોટી વાત છે. વાઈબ્રન્ટ ગુજરાતને યાદ કરતા કહ્યું હતું કે સીએમ હતો ત્યારે હું વાઈબ્રન્ટ ડીલ કરતો હતો. કોંગ્રેસ માત્ર વોટ બેંકની રાજનીતિ કરતું હતું.
કોંગ્રેસ મામલે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસના રાજમાં પીએમ દ્વારા લાલ કિલ્લા પરથી જે ભાષણ આપતા હતા, જે જુઓ તેમાં કોઈ વિઝન હતું જ નહીં. જ્યારે અત્યારે વિશ્વના મોટા દેશો સાથે ટ્રેડ ડીલ થઈ રહી છે.
આપણ વાચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંજય રાઉતને કહ્યું ‘ગેટ વેલ સૂન’…
ભારત પર વિશ્વાસ વધ્યો એટલે ટ્રેલ ડીલ થઈ
પીએમ મોદીએ કહ્યું કે, એમએસએમઈનું નેટવર્ક જેટલું મજબૂત હોય છે, તેટલી તે વધારે તાકાત આપે છે. જેમાં માટે અમારી સરકારે કાણ કર્યું છે, તેના કારણે જ દુનિયાનો ભારત પર વિશ્વાસ વધ્યો અને આ ડીલ થઈ રહી છે.
એટલું જ નહીં પરંતુ અત્યારે મોટા મોટા દેશો પણ ભારત સાથે સંબંધો રાખવા માટે આગળ આવી રહ્યાં છે. ઈયુ સાથે ટ્રેડ ડીલ હોય કે પછી અમેરિકા સાથેની ટ્રેલ ડીલ હોય, આખું વિશ્વ આ ટ્રેડ ડીલના વખાણ કરી રહ્યું છે.
વૈશ્વિકસ્તરે ભારતની સ્થિતિ વધુ મજબૂત બની
યુરોપિયન યુનિયન ઈયુ સાથે થયેલી ડીલ અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે ઈયૂ સાથે ટ્રેલ ડીલ કરવામાં આવી ત્યારે વિશ્વને વિશ્વાસ આવ્યો કે, વૈશ્વિક સ્તર પર ભારતની સ્થિતિ વધારે મજબૂત થઈ છે.
અમેરિકા સાથેની ડીલ ફાઈનલ થઈ તેના પછી તે વિશ્વાસ વધારે મજબૂત થયો છે. કહ્યું કે, આજે આપણી પાસે વિશ્વની સૌથી મહાન યુવા પ્રતિભા છે. જેના કારણે દુનિયા ભારતના યુવાનોની પ્રતિભા શોધી રહી છે. ટ્રેડ ડીલ અંગે પીએમ મોદીએ વિપક્ષ પર આક્ષેપ કર્યો છે.



