PM મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિને ભેટ કર્યું રામ મંદિર મોડેલ, મેંક્રો 'બોલ્યા અયોધ્યા જવું પડશે!' | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

PM મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિને ભેટ કર્યું રામ મંદિર મોડેલ, મેંક્રો ‘બોલ્યા અયોધ્યા જવું પડશે!’

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ગુરુવારે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે ભારત પ્રવાસે છે (French President Macron India Visit).પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને તેઓ જયપુર પહોંચ્યા, જ્યાં રાજસ્થાનના CM ભજનલાલ શર્માએ મેક્રોનનું સ્વાગત કર્યું હતું. અહીં મેક્રોને આમેર ફોર્ટ, જંતર-મંતર વેધશાળા અને હવા મહેલની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ ગુરુવારે જયપુરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શો જંતર-મંતરથી શરૂ થઈને સાંગાનેરી ગેટ સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન રોડ શો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ પીએમ મોદી અને મેક્રોન પર ફૂલ પણ વરસાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ મેક્રોનને રામ મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું હતું અને તેમને એક દુકાનમાં મસાલા ચા પણ પીરસી હતી.

રોડ શો પૂરો થયા બાદ પીએમ મોદી અને મેક્રોન ખુલ્લી કારમાં હવા મહેલની સામે નીચે ઉતર્યા હતા. તેમણે લગભગ 1,000 બારીઓ અને ઝરૂખા વાળી ચમકતી પાંચ માળની ઇમારતની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ આ વિસ્તારમાં એક હેન્ડીક્રાફ્ટની દુકાનની મુલાકાત લીધી હતી. દુકાનદારના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ મેક્રોન માટે રામ મંદિરનું નાનું મોડલ ખરીદ્યું હતું અને તેના માટે યુપીઆઈ દ્વારા 500 રૂપિયા પણ ચૂકવ્યા હતા. રામ મંદિરનું મોડલ મળવા પર મેક્રોને કહ્યું- ‘અયોધ્યા જવું પડશે’

આ પછી સાહુ ટી સ્ટોલ પર બેસીને પીએમ મોદીએ મેક્રોનને ચા અને કુલ્લડ વિશે જણાવ્યું. આ દરમિયાન ચાના દુકાનદારે પૈસા લેવાની ના પાડી દીધી હતી. પરંતુ પીએમ મોદીએ તેમની દુકાન પર ભીમ યુપીઆઈ દ્વારા આગ્રહથી 2 રૂપિયા ચૂકવ્યા હતા. આ પછી, બંને નેતાઓ ફરીથી સાંગાનેરી ગેટ સુધી રોડ શો ચાલુ રાખવા માટે ખુલ્લા વાહનમાં સવાર થયા અને રોડ શો પૂર્ણ કર્યા પછી, ડિનર અને દ્વિપક્ષીય વાટાઘાટો માટે રામબાગ પેલેસ જવા રવાના થયા હતા.

Back to top button