આપણું ગુજરાતનેશનલ

ગોધરા કાંડ આધારિત ફિલ્મ The Sabarmati Report અંગે PM Modiએ શું કહ્યું?

નવી દિલ્હી: ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ 2002માં ગોધરામાં ટ્રેનની અંદર લગાડવામાં આવેલી આગ પછીનાં તથ્યો પર આધારિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સોશિયલ મીડિયા પર ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે સારી વાત છે કે આ સત્ય સામે આવી રહ્યું છે. ખોટી વાર્તા મર્યાદિત સમય માટે જ ચાલે છે.

પીએમ મોદીએ કરી ફિલ્મની પ્રસંશા
પીએમ મોદીએ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રસંશા કરી છે. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક યુઝર આલોક ભટ્ટની ટાઈમલાઈન શેર કરતા તેણે લખ્યું, “સારી વાત કરી, સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે જ્યાં સામાન્ય લોકો તેને જોઈ શકે. એક ખોટી વાર્તા માત્ર મર્યાદિત સમય સુધી જ ટકી શકે છે. અંતે, હકીકતો હંમેશા બહાર આવે છે!” ઉલલખનીય છે કે ગોધરા ટ્રેન અગ્નિકાંડ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા.

શું કહી રહ્યા છે ફિલ્મ નિર્માતાઓ
બોલિવૂડ સ્ટાર વિક્રાંત મેસી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં સ્થાનિક પત્રકારનાં રોલમાં છે. તેના નિર્માતાઓ દાવો કરે છે કે આ ફિલ્મ “સત્ય ઘટનાઓથી પ્રેરિત છે.” આ ફિલ્મ એકતા આર કપૂર દ્વારા નિર્મિત છે અને ધીરજ સરના દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના કો-સ્ટાર છે.

આ પણ વાંચો : મુંબઈ લોકોને જોડવા માગે છે અને કૉંગ્રેસ અને સાથીઓ સમાજને તોડવા માગે છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

શું છે આ ફિલ્મમાં?
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જે ઘટના આધારિત છે તે ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. ફિલ્મની શરૂઆત સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અકસ્માતથી થાય છે. આ આખી ફિલ્મમાં ટ્રેન અગ્નિકાંડનું સત્ય બહાર લાવવાનો સંઘર્ષ છે. ફિલ્મમાં હિન્દી ભાષાના પત્રકાર સમર કુમાર અને અંગ્રેજી પત્રકાર મનિકા રાજપુરોહિત વચ્ચે એકબીજાને સાચા-ખોટા બતાવવાની સ્પર્ધા ચાલી રહી છે. સમર કુમારનું પાત્ર વિક્રાંત મેસીએ ભજવ્યું છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે બીજી મહિલા પત્રકાર અમૃતા ગિલ (રાશિ ખન્ના) પ્રવેશે છે. તે સમરને ટેકો આપે છે અને આ ઘટનાને દુનિયા સમક્ષ ઉજાગર કરવામાં મદદ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker