
નવી દિલ્હી : મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા બાદ વર્ષ 2011 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ અમેરિકાની કોર્ટે રાણાને મુંબઈ હુમલામાં સીધી સંડોવણીમાંથી મુક્ત કર્યા બાદ કરવામાં આવી હતી. જેનાથી ભારતના સાર્વભૌમત્વ પર પ્રશ્નો ઉભા થયા હતા.
વર્ષ 2011 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, મુંબઈ હુમલામાં તહવ્વુર રાણાને નિર્દોષ જાહેર કરનારી અમેરિકન કોર્ટે ભારતની સાર્વભૌમત્વનું અપમાન કર્યું છે અને તે આપણી વિદેશ નીતિની મોટી નિષ્ફળતા છે.
યુઝર્સ પીએમ મોદીના જૂની ટ્વીટ શેર કરી રહ્યા છે
હવે, આ ટ્વીટના 14 વર્ષ પછી, જ્યારે રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ પીએમ મોદીના જૂની ટ્વીટ શેર કરી રહ્યા છે અને તેમની પ્રશંસા કરી રહ્યા છે. પીએમના વખાણ કરતા એક યુઝરે લખ્યું, ‘નેતા એ છે જે પોતાના શબ્દોનું પાલન કરે છે.’ કેપ્ટન મારા કેપ્ટન. જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તમે કરી બતાવ્યું સાહેબ!’ સલામ અને આભાર. ઘણા લોકોએ લખ્યું: ‘ મોદી હે તો મુમકિન હે “
રાણાને ગુરુવાર 10 એપ્રિલની સાંજે એક ખાસ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. હવે રાણાને 18 દિવસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
રાણાએ હેડલીને વિઝા મેળવવામાં મદદ કરી હતી
તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. તેઓ અગાઉ પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર રહી ચૂક્યા છે. તેમનું નામ 2008ના મુંબઈ હુમલામાં સામે આવ્યું હતું, જેમાં 166 લોકો માર્યા ગયા હતા.
તહવ્વુર રાણાની ભૂમિકાનો ખુલાસો તેના બાળપણના મિત્ર અને હુમલાના મુખ્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીએ કર્યો હતો. હેડલીએ કહ્યું હતું કે રાણાએ તેને મુંબઈમાં એક ઓફિસ ખોલવાની મંજૂરી આપી હતી.
આપણ વાંચો: દિલ્હીમા પ્રોપર્ટી ડીલરની રોડ પર જ ગોળી મારીને હત્યા, 10 રાઉન્ડ ફાયરિંગ કરાયું
હેડલીએ 2007 થી 2008 દરમિયાન ભારતમાં પાંચ વખત રેકી કરી હતી
જે આતંકવાદી પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખતી હતી. હેડલીએ 2007 થી 2008 દરમિયાન ભારતમાં પાંચ વખત રેકી કરી હતી. રાણાએ હેડલીને વિઝા મેળવવામાં મદદ કરી હતી. આ સમય દરમિયાન રાણાએ મુંબઈની રેકી પણ કરી. તે દરમિયાન તે તેની પત્ની સાથે તાજ હોટેલમાં રોકાયો હતો. જે 26/11 ના હુમલાનું મુખ્ય લક્ષ્ય બન્યું.