નેશનલમનોરંજન

મલયાલમ ઇન્ડસ્ટ્રીના ગ્રાન્ડ વેડિંગમાં સામેલ થયા પીએમ મોદી, એક્ટરે શેર કરી તસવીરો

કેરળ: દક્ષિણના જાણીતા અભિનેતા તથા મોટા રાજકારણી ગણાતા સુરેશ ગોપીની પુત્રીના કેરળમાં લગ્ન યોજાયા હતા. જેમાં પીએમ મોદી પણ સામેલ થયા હતા. સુરેશ ગોપીએ આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તસવીરોમાં કેપશન આપતા સુરેશ ગોપીએ લખ્યું હતું કે ગુરુવાયુર મંદિરમાં મારા બાળકોએ લગ્નગ્રંથિથી જોડાયા છે. પીએમ મોદીએ રૂબરૂ આવીને બંનેને આશીર્વાદ પાઠવ્યા એ મારા માટે સૌભાગ્યની વાત છે. સુરેશ ગોપીની પુત્રી ભાગ્યાના કેરળ સ્થિત બિઝનેસમેન શ્રેયસ મોહન સાથે લગ્ન યોજાયા હતા. સુરેશ ગોપી મલયાલમ ઇન્ડસ્ટ્રીના એક લોકપ્રિય દિગ્ગજ અભિનેતા ગણાય છે.

ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ આ લગ્નમાં હાજરી આપી હતી. સુરેશ ગોપી 60ના દાયકાથી દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમણે તમિલ, તેલુગુ, મલયાલમ મળીને અત્યાર સુધી 250 જેટલી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે. એક કલાકાર તરીકે સુરેશ ગોપી મજબૂત લોકપ્રિયતા ધરાવે છે, પોતાની ઘણી ફિલ્મોનાં તેમણે પ્લેબેક સિંગિંગ પણ કર્યું છે. તેમજ ટીવીના કાર્યક્રમોમાં હોસ્ટ બનીને લોકોનું મનોરંજન પણ કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button