નેશનલ

‘વિપક્ષની મહિલા સાંસદોએ પીએમ મોદીની ખુરશીને ઘેરી…’, ભાજપે વિપક્ષ પર કર્યો આક્ષેપ…

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં આજે સાંજે પાંચ વાગ્યે ભાષણ આપવાના હતા. તેઓ આજે આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપવાના હતા. પરંતુ સંસદમાં તેમનું ભાષણ શરૂ થયા તેના પહેલા જ સદનની કાર્યવાહી આવતીકાલે સવારના 11 વાગ્યા સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષી સંસદમાં જોરદાર હંગામો શરૂ કર્યો એટલે સદનની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર મામલે હવે ભાજપે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં છે.

મનોજ તિવારે વિપક્ષ પર ગંભીર આક્ષેપો લગાવ્યાં

વિગતે વાત કરવામાં આવે તો, લોકસભાની કાર્યવાહી સ્થગિત થઈ તેના પર ભાજપ સાંસદ મનોજ તિવારીએ વિપક્ષ પર ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. આરોપ એવો છે કે, વડાપ્રધાન જ્યાં બેઠા હતાં, ત્યા વિપક્ષના લોકો આવી પહોંચ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ વિપક્ષની મહિલા સાંસદોએ પીએમ મોદીની સીટને ઘેરી લીધી હતી, અને તેમની ઈચ્છા વડાપ્રધાન પર હુમલો કરવાની હતી તેવો આક્ષેપ લગાવ્યો છે. આ સાથે વિપક્ષ પર સદનમાં બબાલ કર્યાનો પણ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો…PM મોદી આજે લોકસભામાં ભાષણ નહીં આપે; સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત, જાણો શું છે કારણ….

વિપક્ષી સાંસદો મારપીટના ઈરાદે આવ્યા હોવાનો આક્ષેપ

મનોજ તિવારીએ દાવો કર્યો કે, વિપક્ષની મહિલા સાંસદોને અમારા વરિષ્ઠ પ્રધાને સમજાવ્યા અને પાછા મોકલ્યાં હતાં. આવી સ્થિતિમાં વડાપ્રધાન ત્યાં કેવી રીતે આવી શકે? મનોજ તિવારીએ એવો પણ દાવો કર્યો છે કે, વિપક્ષી સાંસદો મારપીટ કરવાના ઈરાદા સાથે જ આવ્યાં હતાં. ભાજપ સાંસદ મનોજ તિવારીએ વિપક્ષ પર ખૂબ જ મોટા અને ગંભીર આરોપ લગાવ્યાં છે. આ પહેલા પણ સંસદમાં ગેરવર્તનના કારણે વિપક્ષના 6 સાંસદોનો સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

વિપક્ષે સદનમાં મારામારીનો માહોલ સર્જ્યાનો એનડીએનો આરોપ

ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (સામવિલાસ)ના સાંસદ રાજેશ વર્માંએ પણ આજની સદનની કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપી છે. સાંસદ રાજેશ વર્માંએ કહ્યું કે, ‘વિપક્ષના સાંસદો હાથમાં બેનર-પોસ્ટર લઈને એવી રીતે દોડી રહ્યાં હતા, જ્યારે આ કોઈ સડક હોય! વિપક્ષે એવો માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, કે અમે મારામારી પર આવી જઈએ’. સદનની કાર્યવાહી સ્થગિત થઈ તે બાદ આ વિપક્ષના મહિલા સાંસદો જ્યાં પીએમ બેસતા હોય છે, ત્યાં આવી પહોંચી હતી.

સત્તાપક્ષે વિપક્ષને ઘેરવાનો પ્રયત્ન કર્યો

મૂળ વાત એ છે કે, વિપક્ષનો સંસદમાં હોબાળો, સદનની કાર્યવાહી સ્થગિત થવી અને પીએમ મોદીનું સંબોધન ના થવું આ દરેક બાબતે સત્તાપક્ષે વિપક્ષને ઘેરવાનો પ્રયત્ન કર્યો અને અનેક પ્રકારના આક્ષેપો કર્યાં છે. જો કે, એનડીએના સાંસદો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યાં તેમાં હજી વિપક્ષ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પણ હા રાહુલ ગાંધીએ પીએમ મોદી સદનમાં ના આવ્યા તે મામલે આક્ષેપો કર્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button