નાગપુરઃ સ્મૃતિ મંદિરમાં પીએમ મોદીએ હેડગેવારને આપી શ્રદ્ધાંજલિ, વિઝિટર બુકમાં લખી આ નોંધ…

નાગપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુરના પ્રવાસે છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્મૃતિ મંદિરનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવાર અને દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ અહીં વિઝિટર બુકમાં હસ્તાક્ષર પણ કર્યા હતા અને એક ખાસ મેસેજ પણ લખ્યો હતો.
પીએમ મોદીએ લખ્યું, પરમ પૂજનીય ડૉ. હેડગેવાર અને પૂજય ગુરુજીની શત શત નમન. આ સ્મૃતિ મંદિરમાં આવીને અભિભૂત છું. ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને સંગઠન શક્તિના મૂલ્યોને સમર્પિત આ સ્થળ આપણને રાષ્ટ્રની સેવામાં આગળ વધવાની પ્રેરણા આપી છે. સંઘના આ બે મજબૂત સ્તંભો દેશની સેવામાં સમર્પિત લાખો સ્વયંસેવકો માટે પ્રેરણારૂપ છે.

આ પણ વાંચો: “ભારતમાં છે લઘુમતીઓથી નફરત” એસ. જયશંકરની ફટકાથી ફફડયું પાકિસ્તાન- કર્યા પાયાવિહોણા આરોપ
પીએમ મોદીના નાગપુર પ્રવાસને લઈ ભાજપ પ્રવક્તા સીઆર કેસવને કહ્યું, વડા પ્રધાન મોદીનું સ્મૃતિ મંદિર જવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આરએસએસની સ્થાપનાનું આ શતાબ્દી વર્ષ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિ મંદિરમાં શ્રદ્ધાંજલિ ખાસ છે. ભાજપ અને આરએસએસ માટે પહેલા રાષ્ટ્ર આવે છે અને રાષ્ટ્રીય એક્તા સર્વોપરી છે. જે વંશવાદી કૉંગ્રેસથી બિલકુલ અલગ છે, જેનો ખતરનાક વિભાજનકારી એજન્ડા દેશને ધાર્મિક આધારે વિભાજિત કરવાનો છે.
વડા પ્રધાન બન્યા બાદ મોદી પ્રથમ વખત સ્મારક ગયા હતા. આ પહેલા ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીએ 27 ઓગસ્ટ, 2000ના રોજ વડા પ્રધાન હતા ત્યારે ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી.