
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર ભાષણ આપતા સમયે ઈમોશનલ થઈ જતા હોય છે. તેઓ જે પદ પર બેઠા છે ત્યાં બેસી તેમણે તેમના ઈમોશન્સ પર નિયંત્રણ રાખવાનું હોય છે અને એક મજબૂત અને સશક્ત નેતા તરીકે સતત કાર્યરત રહેવાનું હોય છે ત્યારે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં મોદીએ પોતાના દિલની વાત રજૂ કરી છે.
શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એક સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ પર પહેલીવાર મન મૂકીને વાત કરી. પીએમ મોદીએ 2014 પહેલાની ભારતની સ્થિતિની સરખામણી આજની સ્થિતિ સાથે કરી, અનેક ઉદાહરણો આપ્યા. તેમણે ઓપરેશન સિંદૂર, કોવિડ-19, અર્થતંત્ર, ભારતની વૈશ્વિક સ્થિતિ અને ટેકનોલોજી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી.
મોદીએ કહ્યું કે પહેલીવાર હું આ વિશે વાત કરી રહ્યો છુ
આ સમિટમાં મોદીએ કહ્યું કે હું પહેવીલાર આતંકવાદ અને માઓવાદ વિશે વાત કરી રહ્યો છું.
પીએમ મોદીએ નક્સલવાદ પર વાત કરતા કહ્યું કે કહ્યું કે હું નક્સલવાદ વિશે ખૂબ જ અસ્વસ્થ રહેતો હતો. પણ હું ચૂપ રહેતો હતો. આજે પહેલી વાર હું તમારી સમક્ષ મારી પીડા વ્યક્ત કરી રહ્યો છું. હું એ માતાઓને જાણું છું જેમણે પોતાના પુત્રો ગુમાવ્યા છે. તે માતાઓને પોતાના પુત્રો માટે આશા હતી. તેઓ માઓવાદી આતંકવાદીઓના જૂઠાણાનો ભોગ બની ગયા.
તેથી 2014 પછી, પીએમ મોદીની સરકારે અત્યંત સંવેદનશીલતા સાથે, ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કર્યો. 11 વર્ષ પહેલાં સુધી, દેશભરના 125 થી વધુ જિલ્લાઓ માઓવાદી આતંકવાદથી પ્રભાવિત હતા આજે, તે સંખ્યા ઘટીને ફક્ત 11 જિલ્લાઓમાં આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે.
આ પણ વાંચો…ભારતમાં એક કપ ચા કરતા 1GB ડેટા વધુ સસ્તો, વડા પ્રધાન મોદીએ શા માટે કહ્યું?